રોહિતના ખરાબ ફોર્મને લઇ ગ્રીમ સ્મિથે આપ્યું નિવેદન, કહ્યું- તેણે થોડો...

PC: tribuneindia.com

ભારતનો દરેક ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા હાલ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ તે કંઈ ખાસ નથી કરી શક્યો. તેમ છતા તેના ખરાબ ફોર્મને લઇને સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ઘણાએ રોહિતની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા તો ઘણાએ તેના ખરાબ ફોર્મને લઇને ટીકાઓ કરી. રોહિતે છેલ્લી ઇન્ટરનેશનલ સેન્ચ્યુરી આ વર્ષે ફેબ્રુઆરીમાં લગાવી હતી.

તે IPL 2023માં પણ કોઈ ખાસ છાપ નથી છોડી શક્યો. તેણે 16મી સિઝનમાં માત્ર બે હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. બેટ્સમેન તરીકે ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા રોહિતને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન ગ્રીમ સ્મિથે એક ઉપાય સુચવ્યો છે. સ્મિથનું કહેવુ છે કે, રોહિતે માત્ર પોતાને રિફ્રેશ કરવાની જરૂર છે.

રોહિત શર્માના સંઘર્ષ વિશે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્થિમે કહ્યું છે કે, ભારતીય કેપ્ટને હાલ તરોતાજા થવાની જરૂર છે. તમામ સમયના મહાનતમ ટેસ્ટ કેપ્ટનોમાંથી એકના રૂપમાં ઓળખાતા ગ્રીમ સ્મિથે આગળ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, વ્યક્તિગત ફોર્મ મોટાભાગે કેપ્ટનશિપના કર્તવ્યોને પણ પ્રભાવિત કરે છે. ગ્રીમ સ્મિથે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેપ્ટન હોવાના સૌથી મોટા પડકારો પૈકી એક પડકાર તમારું પોતાનું વ્યક્તિગત પ્રદર્શન છે. લીડર પર દબાણ ઓછું નથી હોતું.

રોહિત શર્માએ કદાચ માત્ર રિફ્રેશ કરવાની જરૂર છે. તેનું પોતાનું ફોર્મ કદાચ સતત આ સ્તર પર નથી રહ્યું. તેની પોતાના ફોર્મમાં નિરંતરતા નથી રહી. તેનો થોડો ખરાબ સમય છે અને મોટાભાગે વ્યક્તિગત પ્રદર્શન દ્વારા બધુ વ્યવસ્થિત થઈ શકે છે. કોઈ તેની કેપ્ટનશિપ કે લીડરશિપ સ્ટાઇલની ટીકા નથી કરી રહ્યું. તે સ્પષ્ટરૂપથી વ્યક્તિગત પ્રદર્શન વિશે છે. જો તે થોડાં સારા સ્કોર બનાવે તો તેનું પ્રેશર થોડું ઓછું થઈ જશે.

ગ્રીમ સ્મિથે આગળ ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હારનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, જ્યારે પણ કોઈ નિષ્ફળ થાય છે, તો તે હંમેશાં વરિષ્ઠ ખેલાડી હોય છે જે સૌથી વધુ ટીકાઓનો સામનો કરે છે. જો તમે પાછળ (અગાઉના વર્ષોમાં) જાઓ તો આ હંમેશાં એક સ્વાભાવિક વાત રહી છે. આ બધી બાબતો માટે ધીમી સ્પીડના એકીકરણ અને એક યોજનાની જરૂર છે. આ એ જ ખેલાડી છે જે તેમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં લઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp