શ્રીલંકાના પૂર્વ ક્રિક્રેટરની ધરપકડ, વિદેશ જવા પર પ્રતિબંધ
એશિયા કપ 2023ની અત્યારે શ્રીલંકામાં ઇન્ટરનેશનલ મેચ ચાલી રહી છે ત્યારે શ્રીલંકાના એક પૂર્વ ક્રિક્રેટરની ધરપકડના અહેવાલોએ ક્રિક્રેટની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આ ખેલાડીને વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ ખેલાડી પર લંકા પ્રીમિયર લીગમાં હેરાફેરી અને મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. આ ક્રિક્રેટરે આત્મસમર્પણ કરી દીધું છે.
શ્રીલંકન ટીમના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં 6 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર સેનાનાયકે પર વર્ષ 2020માં લંકા પ્રીમિયર લીગ (LPL) દરમિયાન મેચમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હતા. કોર્ટે 3 અઠવાડિયા પહેલા સેનાનાયકેના વિદેશ જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
સચિત્રા સેનાનાયકે શ્રીલંકાના સ્પોર્ટસ મંત્રાલયની વિશેષ તપાસ એકમ સામે આત્મસમર્પણ કરી લીધું હતું, તે પછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. શ્રીલંકાના આ પૂર્વ ક્રિક્રેટર પર એવો આરોપ છે કે તેણે ટેલિફોનના માધ્યમથી 2 ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે સંપર્ક કર્યો હતો. ગયા મહિનામાં આ કેસમાં કોલંબોની ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી શરૂ થતાની સાથે જ સેનાનાયક પર દેશ છોડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. મેચ ફિક્સિંહ પર પોતાની પર લાગેલા આરોપો ખોટો હોવાનું સેનાનાયકે કહી રહ્યો છે.
સચિત્રા સેનાનાયકે વર્ષ 2012માં આંતરારાષ્ટ્રીય ક્રિક્રેટમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી તેણે શ્રીલંકા માટે 49 વન-ડે મેચો રમી હતી. આટલી મેચોમાં તેની બેટીંગ એવરેજ 35.35 રહી હતી. જ્યારે તેણે 53 વિકેટો ઝડપી હતી. સેનાનાયકે શ્રીલંકા વતી કુલ 24 T-20 રમ્યો છે,જેમાં તેણે 25 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી 1 ટેસ્ટ મેચ રમવાનો પણ સેનાનાયકેને મોકો મળ્યો હતો.
શ્રીલંકાએ જ્યારે વર્ષ 2014માં ભારત સામે જ્યારે T-20 વર્લ્ડકપમાં જીત મેળવી ગતી ત્યારે એ ટીમનો સચિત્રા સેનાનાયક હિસો હતો. સેનાનાયકે એ વર્લ્ડકપની મેચરમાં 6 મેચમાંથી 4 વિકેટ લીધી હતી. પોતાની આંતરરાષ્ટ્રીય કારકીર્દી દરમિયાન સેનાનાયકે પર શંકાસ્પદ બોલિંગ એક્શન માટે કેટલાંક મહિનાઓ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.IPLની મેચમાં પણ સેનાનાયકે કોલકાત્તા નાઇટ રાઇડર્સનો હિસ્સો રહ્યો છે અને 8 મેચોમાં તેણે 9 વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp