પૂર્વ દિગ્ગજ કેપ્ટન અનિલ કુંબલે IPL 2023માં કેપ્ટનના આ વલણથી ખૂબ જ નિરાશ છે

PC: sportzwiki.com

પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલે IPL 2023માં કેપ્ટનોના આવા વલણથી ખુશ નથી કે, તેઓ ટોસના સમયે ટીમમાં થયેલા ફેરફારોને જણાવી શકતા નથી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ ટીમમાં થયેલા ફેરફારોને સમજાવવા માટે સંઘર્ષ કર્યા બાદ કુંબલેનું નિવેદન આવ્યું છે.

IPL 2022માં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યા, IPL 2023માં ઈમ્પૅક્ટ ખેલાડી નિયમ લાગુ થયા પછી ટીમમાં ફેરફારને યાદ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

IPL 2023માં, ટીમો પાસે ટોસ સમયે બે અલગ-અલગ પ્લેઇંગ 11 સાથે આવવાનો અને ટોસ પછી તેની જાહેરાત કરવાનો વિકલ્પ છે. ઉપરાંત, ટીમોએ 5 અવેજી ખેલાડીઓનું નામ આપવું જરૂરી છે, જેમાંથી એકનો મેચમાં કોઈપણ સમયે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટીમમાં થયેલા ફેરફારોને જાહેર કરતા પહેલા થોડો સમય લીધો હતો. સેમસને જણાવ્યું કે, ઓલરાઉન્ડર જેસન હોલ્ડરની જગ્યાએ એડમ જમ્પાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે નિક નાઈટ, જે ટોસનું સંચાલન કરી રહ્યો હતો, તેણે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સની ટીમની રચના વિશે પૂછ્યું, ત્યારે તે યાદ કરી શક્યો નહીં. હાર્દિક પંડ્યાએ કહ્યું, 'મને એવું નથી લાગતું.' પંડ્યાએ સ્મિત સાથે પોતાનો જવાબ આપ્યો હતો, જેમાં એવું લાગી રહ્યું હતું કે, ટીમમાં કોઈ ફેરફાર થયો નથી.

અનિલ કુંબલેએ મીડિયા સૂત્રો સાથે વાત કરતા કહ્યું કે, 'કપ્તાને ટીમની શીટ હાથમાં રાખવી જોઈએ જેથી દરેકને ખબર પડે કે, ટીમ શું છે અને તેમાં શું ફેરફારો થયા છે. ટીમમાં એક-બે ફેરફાર થયા છે તે લોકોને જણાવવું બહુ મુશ્કેલ કામ નથી. સંજુએ કહ્યું કે જેસન હોલ્ડરની જગ્યાએ એડમ ઝમ્પા રમી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ વિશે, અમને એ પણ ખબર નથી કે, કઈ ટીમ રમી રહી છે. અમારે એના માટે માત્ર રાહ જોવી પડશે અને જોઈ રહ્યા છીએ.'

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સે એ જ પ્લેઇંગ 11ને મેદાનમાં ઉતાર્યું હતું, જે દિલ્હી કેપિટલ્સ સામે રમ્યું હતું. શુભમન ગિલને અવેજી તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો, જેથી તેનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp