મેથ્યૂસને ટાઇમ આઉટના કારણે આઉટ આપવું કેટલું યોગ્ય? ફોર્થ અમ્પાયરે જણાવ્યું

PC: indiatoday.in

બાંગ્લાદેશ વર્સિસ શ્રીલંકા વર્લ્ડ કપ 2023ની 38મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં એન્જેલો મેથ્યૂસની વિકેટ પર ખૂબ હોબાળો મચી ગયો. ટાઇમ આઉટના કારણે અમ્પાયરો દ્વારા તેને કોઇ પણ બૉલ રમ્યા વિના પોવેલિયન મોકલી દેવામાં આવ્યો. હવે આ મુદ્દા પર ફોર્થ અમ્પાયર એડ્રિયન હૉલ્ડસ્ટૉકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે નિયમો મુજબ, એન્જેલો મેથ્યૂસને આઉટ આપવામાં આવ્યો છે કેમ કે તે નક્કી સમયની અંદર બૉલ રમવા માટે તૈયાર નહોતો અને જ્યારે તેના હેલમેટનું સ્ટ્રેપ તૂટ્યું તો તે એ અગાઉ જ 2 મિનિટ બર્બાદ કરી ચૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ ‘ટાઇમ આઉટ’ની પહેલી ઘટના છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોર્થ અમ્પાયરના આ નિવેદનનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેઓ કહેતા નજરે પડી રહ્યા છે કે, ICC વર્લ્ડ કપ પ્લેઇંગ કન્ડિશનમાં મેન્શન કરવામાં આવ્યું છે કે જ્યારે ટાઇમ આઉટનો વારો આવે છે તો વિકેટ પડવા કે બેટ્સમેનના રિટાયર થયા બાદ નવા બેટ્સમેન કે પછી મેદાન પર ઉપસ્થિત બેટ્સમેને આગામી 2 મિનિટની અંદર બૉલ રમવા માટે પોઝિશન લેવાની હોય છે.

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

તેમણે આગળ જણાવ્યું કે, પ્રોટોકોલ મુજબ ટી.વી. અમ્પાયર વિકેટ પડ્યા બાદ આ બે મિનિટ કેલ્ક્યૂલેટ કરે છે. ત્યારબાદ તે અમ્પાયરને મેસેજ આપે છે. આજે જે ઘટના ઘટી તેમાં બેટ્સમેન 2 મિનિટની અંદર બૉલ રમવાની પોઝિશનમાં આવી રહ્યો નહોતો. આ અગાઉ તેના હેલમેટના સ્ટ્રેપમાં પરેશાની થઇ હતી. ફોર્થ અમ્પાયરે તેની સાથે જ એ પણ જણાવ્યું કે, હેલમેટનું સ્ટ્રેપ તૂટવા અગાઉ જ મેથ્યૂસ પોતાની બે મિનિટ પૂરી કરી ચૂક્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ટાઇમ આઉટની અપીલ કોણ કરી શકે છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, પ્લેઇંગ કેન્ડિસનના નિયમો મુજબ ફિલ્ડિંગ કેપ્ટન મેદાન પર ઉપસ્થિત અમ્પાયર સાથે ટાઇમ આઉટની અપીલ કરી શકે છે.

આ ઘટનામાં પણ એવું જ થયું. સ્ટ્રેપ તૂટ્યા બાદ ફિલ્ડિંગ કેપ્ટને ટાઇમ આઉટની અપીલ કરી. ટાઇમ આઉટમાં શું ઇક્વિપમેન્ટની કોઇ વાત નથી? તેના પર ફોર્થ અમ્પાયરે કહ્યું કે નહીં, બેટ્સમેન હોવાના સંબંધે તમારે મેદાન પર આવવા અગાઉ પોતાના બધા ઇક્વિપમેન્ટની તપાસ કરવી જોઇએ કે તે યોગ્ય છે કે નહીં. કેમ કે તમારે આગામી 2 મિનિટની અંદર બૉલનો સામનો કરવાનો હોય છે. આ બે મિનિટમાં તમારે તૈયાર થવાનું કે ગાર્ડ લેવાનું હોતું નથી. તમારે ત્યાં 15 સેકન્ડમાં પહોંચવું જોઇએ, જેથી તમે બૉલ રમવા અગાઉ ચેક કરી શકો કે બધી વસ્તુ યોગ્ય છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp