KKR સામે મળેલી હાર બાદ ગુસ્સે થયો કોહલી, બોલ્યો-ઈમાનદારીથી વાત કરું તો અમે...

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન-16માં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 21 રને હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટેન્ડ ઇન કેપ્ટન પૂરી રીતે નારાજ નજરે પડ્યો. વિરાટ કોહલીએ માન્યુ કે, રોયલ ચેલેજર્સ બેંગ્લોરની ભૂલોએ કોલકાતા નાઈટ રાઈડર્સને જીત ભેટમાં આપી દીધી કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ જીત માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સીમિત 20 ઓવરમાં 201 રનનું લક્ષ્ય મળ્યું હતું, પરંતુ આ મેચમાં સ્પિનર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિવશ નજરે પડ્યા.

વિરાટ કોહલીની શાનદાર અડધી સદી છતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 179 રન જ બનાવી શકી. વિરાટ કોહકલીએ માન્યું કે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારવાનું ડિઝર્વ કરતી હતી. તેણે કહ્યું કે, ઈમાનદારીથી વાત કરું તો અમે જ તેને જીતાડી દીધી. અમે હારવાનું ડિઝર્વ કરતા હતા. અમે તેમને જીત ભેટમાં આપી દીધી. અમારી ક્ષમતા મુજબ અમે રમી ન શક્યા. તેણે આગળ કહ્યું કે, અમને જે ચાંસ મળ્યા અમે તેને પકડી ન શક્યા. અમે કેચ પણ છોડ્યા અને તેના કારણે કોલકાતા નાઈટ રાઇડર્સે 20-25 રન વધારે બનાવવામાં સફળ રહી.

અમે શરૂઆત સારી કરી હતી. અમે ખરાબ બૉલ પર વિકેટ ગુમાવી દીધી. વિરાટ કોહલીએ કહ્યું કે, તમને ખબર હોય છે કે સ્કોરબોર્ડ પર તમારી સામે શું છે અને તેને કેવી રીતે હાંસલ કરવાનું છે. આ લક્ષ્યનો પીછો કરતા અમે વિકેટ ગુમાવી રહ્યા હતા, પરંતુ અમને બસ એક પાર્ટનરશિપની જરૂરિયાત હતી. જો એક પાર્ટનરશિપ મળી જતી તો અમે મેચ પોતાના નામે કરી શકવામાં સફળ રહેતા. અમારે આરામથી રમવાનું છોડવું પડશે. હોમ ગ્રાઉન્ડ પર રમવા પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજા મેદાનો પર 5 મેચ રમી છે.

જો કે, લીગના અંતિમ રાઉન્ડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વધારે મેચ રમશે. વિરાટ કોહલીએ કહ્યું કે, અમે એક મેચ જીતી અને એક મેચ ગુમાવી છે. અમારે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી. અમારે બહાર પણ જીતવાની જરૂરિયાત છે. અમે ટૂર્નામેન્ટમાં સારી સ્થિતિમાં ઊભા છીએ. ઉલ્લેખનીય છે કે IPL સીઝન-16માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 મેચ રમી છે. જેમાં તેને 4 મેચમાં જીત મળી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોર પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp