જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ રન આઉટ પર ગંભીર અને અશ્વિન સામસામે, કોની વાત સાચી?

PC: hindi.thevocalnews.com

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝમાં બંને ટીમો પોતાની પુરી તાકાત લગાવી રહી છે. આ દરમિયાન ઘણી એવી ક્ષણો પણ જોવા મળી છે જેના પર ભારે હંગામો થયો છે. લોર્ડ્સ ટેસ્ટની ચોથી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોને જે રીતે આઉટ કર્યો હતો તેના પર હોબાળો મચી ગયો છે.

ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા ગૌતમ ગંભીરે જોની બેયરસ્ટોના રન આઉટ પર પ્રતિક્રિયા આપતા ઓસ્ટ્રેલિયા પર નિશાન સાધ્યું છે. ટ્વિટર દ્વારા કાંગારુઓને સ્લેજર્સ ગણાવતા તેમણે કહ્યું કે, શું 'સ્પિરિટ ઓફ ધ ગેમ'ની ચર્ચા ફક્ત ભારત માટે જ લાગુ પડે છે તમારા માટે નહીં.

બીજી તરફ જોની બેયરસ્ટોના રન આઉટ પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનની વિચારસરણી ગૌતમ ગંભીરથી અલગ છે. તેણે ટ્વિટર દ્વારા કહ્યું કે, આવું કરવું ખોટું નથી. અશ્વિને ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર એલેક્સ કેરીની પણ પ્રશંસા કરી હતી જેણે જોની બેયરસ્ટોને રનઆઉટ કર્યો હતો.

અશ્વિને ટ્વિટર પર લખ્યું કે, કોઈ પણ વિકેટ કીપર જ્યાં સુધી વિરોધી ટીમના બેટ્સમેનને વારંવાર ક્રિઝની બહાર જતા ન જુએ, ત્યાં સુધી તે રન આઉટ કરવાનો પ્રયાસ નથી કરતો. બેયરસ્ટોને ઘણી વખત ક્રિઝની બહાર જોયા પછી જ ઓસ્ટ્રેલિયાએ તેને રન આઉટ કરવાનું મન બનાવી લીધું હશે.

લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેરસ્ટો 10 રન બનાવીને રમી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનના બોલને ડક કર્યા બાદ તેણે વિકેટની પાછળ ઉભેલા ફિલ્ડરોને પૂછ્યા વગર જ ક્રિઝ છોડી દીધી અને બીજા છેડે ઉભેલા બેન સ્ટોક્સ સાથે વાત કરવા લાગ્યો. આ પછી, ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર એલેક્સ કેરીએ સ્ટમ્પ પર બોલને ફેંકીને અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો.

ICCના નિયમો અનુસાર, જ્યાં સુધી વિકેટ-કીપર અથવા કોઈપણ ફિલ્ડર અન્ય ખેલાડી અથવા અમ્પાયરને બોલ પરત ન કરે ત્યાં સુધી બોલને રમતમાં ગણવામાં આવે છે. સામાન્ય રીતે ઓવર સમાપ્ત થયા પછી, બેટ્સમેન વિકેટ કીપરની પરવાનગી લીધા પછી બીજા છેડે જાય છે, પરંતુ આ કિસ્સામાં જોની બેરસ્ટોએ તેમ કર્યું ન હતું.

એશિઝ શ્રેણી 2023માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ લીડ્ઝના હેડિંગ્લે ખાતે 6 જુલાઈથી રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp