ગંભીરના મતે વન-ડેમાં રોહિત સાથે રાહુલે નહીં આ બેટ્સમેને ઓપનિંગ કરવી જોઈએ

PC: khabarchhe.com

વર્ષ 2022માં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન એવરેજ રહ્યું છે, પરંતુ હવે નવા વર્ષની શરૂઆતમાં વન-ડે વર્લ્ડ કપ માટે એક નવી ટીમ તૈયાર કરવાનો પ્રયત્ન કરશે, જેની શરૂઆત શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝથી થશે. હાલમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમને વન-ડે સીરિઝમાં 2-1થી હાર ઝીલવી પડી હતી, જેના કારણે શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

દિગ્ગજ ઓપનર બેટ્સમેન શિખર ધવનને વન-ડે સીરિઝમાંથી બહાર કરી દીધો છે અને તેની જગ્યાએ ઇશાન કિશન અને શુભમન ગિલને ઓપનર બેટ્સમેનના વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરનું માનવું છે કે, રોહિત શર્મા સાથે ડાબા હાથના યુવા બેટ્સમેન ઇશાન કિશને ઓપનિંગ બેટિંગ કરવી જોઈએ અને આ મુદ્દા પર કોઈ ચર્ચા પણ ન થવી જોઈએ.

તેમણે આ સંદર્ભે એક સ્પોર્ટ્સ વેબસાઈટને કહ્યું કે, હું હેરાન છું કે આપણે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ કેમ કે કોઈ બેટ્સમેને ગત ઇનિંગમાં બેવડી સદી બનાવી છે એટલે ઇશાન કિશન જ ઓપનર બેટ્સમેન હોવો જોઈએ. 35મી ઓવરમાં 200 રન બનાવી દીધા હતા એટલે તમે ઇશાન કિશનથી અગાળ કોઈને નહીં જોઈ શકો. ગૌતમ ગંભીરે કહ્યું કે, તેણે વધુ સમય આપવો પડશે. ગૌતમ ગંભીરે ઇશાન કિશનને લઈને કહ્યું કે, તે વિકેટ પાછળ પણ સારો સાબિત થઈ શકે છે એટલે તે તમારા માટે બે કામ કરી શકે છે.

તો મારા માટે તે ચર્ચા ન થવી જોઈએ. જો કોઈ બીજાએ બેવડી સદી બનાવી હોત તો મને લાગે છે કે, આપણે એ વ્યક્તિથી ખુશ હોત, પરંતુ ઇશાન કિશન સાથે આપણે ખુશ દેખાઈ રહ્યા નથી કેમ કે આપણે અત્યારે પણ અન્ય ખેલાડીઓ બાબતે વાત કરવાની ચાલુ રાખીએ છીએ. મારા માટે ઓપનિંગ બેટિંગની બહેસ સમાપ્ત થઈ ગઈ છે. ઇશાન કિશને બાંગ્લાદેશ વિરુદ્ધ 210 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી T20 જેવી છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હોવા છતા ગૌતમ ગંભીરને લાગે છે કે સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર એક મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

16 વન-ડે મેચોમાં સૂર્યકુમાર યાદવે માત્ર 2 અડધી સદીની મદદથી 384 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર બે ઇનિંગમાં તે 10નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. પોતાના બેટિંગ ઓર્ડર પર કહ્યું કે, રોહિત અને કિશન કિશન સિવાય કોઈ બીજાને ઇનિંગની શરૂઆત કરતા જોવું મુશ્કેલ છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી, ચોથા પર સૂર્યકુમાર યાદવ, પાંચમા નંબરે શ્રેયસ ઐય્યર કેમ કે છેલ્લા અઢી વર્ષમાં તે શાનદાર રહ્યો છે અને છઠ્ઠા નંબર પર હાર્દિક પંડ્યા સિવાય કોઈ બીજા તરફ નહીં જોઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp