ગંભીરે મને ખૂબ ગંદા અપશબ્દો કહ્યા...તે દિવસે મારામારી થઈ જતે, મનોજ તિવારીનો દાવો

PC: twitter.com

મનોજ તિવારી વિરુદ્ધ ગૌતમ ગંભીર... આ લડાઈ જૂની છે, પણ હવે તેણે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. મનોજ તિવારી હાલમાં ક્રિકેટ સેટઅપથી દૂર છે, પરંતુ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે. મનોજ તિવારીએ હવે તે વાર્તા કહી છે, જ્યાંથી બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો, જે એક સમયે અપશબ્દોમાં ફેરવાઈ ગયો હતો અને મારામારી તરફ પહોંચવાની તૈયારીમાં હતો. મનોજ તિવારી એ જ વ્યક્તિ છે, જેમણે તાજેતરમાં ગૌતમ ગંભીરને ઢોંગી કહ્યો હતો.

મનોજ તિવારીએ મીડિયા સૂત્રને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 2013ની IPL દરમિયાન ગૌતમ ગંભીર સાથે તેમનો અણબનાવ થયો હતો. તે સમયે તે કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે KKR ટીમનો કેપ્ટન હતો. મનોજ તિવારીએ ખુલાસો કર્યો કે 2015માં રણજી મેચમાં તેની અને ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો, જેની શરૂઆત 2013ની IPLમાં થઇ હતી.

ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું, 'તેઓ પહેલાથી જ ગુસ્સે હતા, કારણ કે આ પહેલા KKRમાં મારી તેમની સાથે લડાઈ થઇ ચુકી હતી. આનું કારણ એ હતું કે KKRમાં મારો બેટિંગ ક્રમ સતત નીચે જઈ રહ્યો હતો અને તે સમયે ભારતીય ટીમમાં મારું સ્થાન પાક્કું થયું ન હતું. મને આવનારી દરેક વિદેશી ટીમ સામે મૈત્રીપૂર્ણ મેચ રમવાની તક મળતી હતી. આવી જ એક મેચમાં, હું ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સ્કોરર હતો. મેં 129 રન બનાવ્યા અને તેઓએ 105 રન બનાવ્યા. તે મેચમાં પણ તે મારા પર પણ ગુસ્સે થયો. પછી ઇનિંગ પૂરી થઈ ગઈ હતી, અમારે ફિલ્ડિંગ માટે જવાનું હતું. હું સનસ્ક્રીન લગાવી રહ્યો હતો ત્યારે અચાનક તે ગુસ્સે થઈ ગયો. શું કરી રહ્યો છે તું? ચાલ જલ્દી નીચે આવી જા.'

તિવારીએ આગળ કહ્યું, 'આ બનાવ પછી હું નારાજ હતો. ઇડન ગાર્ડન્સમાં એક મેચ દરમિયાન, ઇનિંગ્સ પૂરી થયા પછી, હું વોશરૂમમાં ગયો કે તરત જ તે પાછળથી આવ્યો અને કહેવા લાગ્યો, તારું આવું એટીટ્યુડ ચાલશે નહીં. તને તો એવો કરી દઈશ કે, તને ક્યારેય રમાડીશ જ નહીં. તે સિનિયર હતો. હું તેનો આદર કરતો હતો, પણ આ વખતે મને ગુસ્સો આવ્યો અને કહ્યું કે ગૌતીભાઈ, આ નહીં ચાલે. પછી વસીમ અકરમ (જે KKRના સપોર્ટ સ્ટાફનો ભાગ હતો) આવીને વચ્ચે પડ્યા હતા... તેથી તે દિવસે હું રોકાઈ ગયો, નહીં તો મારામારી થઇ ગઈ હોતે.'

તે વર્ષે, KKRએ તેને ટીમમાંથી બહાર કરી દીધો, પરંતુ 2015માં, ગંભીર અને તિવારી ફરીથી આમનેસામને આવી ગયા. આ વખતે દિલ્હીનું ફિરોઝ શાહ કોટલા મેદાન હતું. વિકેટ પડ્યા પછી, મનોજ તિવારી બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યા, પરંતુ તેમના હેલ્મેટની ગાદી ડ્રેસિંગ રૂમમાં જ રહી ગઈ હતી. પેવેલિયન પહોંચતી વખતે, તેણે એક ખેલાડીને કહ્યું હતું કે, તે ક્રીઝ પર પહોંચી રહ્યો છે, તું ગાદી લઈને મેદાન પર આવ. મનોજ તિવારી ક્રીઝ પર આવે છે, પણ બેટિંગ માટે ગાદી આવે ત્યાં સુધી હું અટક્યો હતો. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયા.

મનોજ તિવારીના કહેવા પ્રમાણે, ગૌતમ ગંભીરે તેને તેની મા અને બહેન સામેની ગાળો આપી હતી. મનોજ તિવારીએ વધુમાં કહ્યું કે, તે ગાર્ડ લેવાની (બેટિંગ કરવા માટે તૈયાર થવાની) તૈયારી કરી રહ્યો હતો, પરંતુ આ સમય દરમિયાન ગૌતમ ગંભીરને લાગ્યું કે, તે સમય બગાડી રહ્યો છે. તેણે કહ્યું, 'મેં લેગ ગાર્ડ લેતાની સાથે જ તે સ્લિપ પર હતો. સ્લિપમાંથી તેણે મને ગાળો આપવાનું શરૂ કરી દીધું. એવી ગાળો કે જેનું વર્ણન અહીં કરી શકાતું નથી. મેં ક્યારેય મારી મા અને બહેન સામે કોઈ પાસેથી ગાળો સાંભળી લીધી નથી. છતાં હું મારા ગુસ્સાને નિયંત્રણમાં રાખીને બોલ્યો, ગૌતીભાઈ, તમે મને કેમ ગાળો આપો છો? ગાળો બોલતા બોલતા તેણે કહ્યું કે, સાંજે મને મળ... હું તને મારીશ. પછી મેં કહ્યું કે, સાંજે કેમ, મને હમણાં માર લે.. આવ... આવી જા.. પછી કઈ થોડો એ મારી પર હાથ ઉઠાવવાનો હતો. પછી અમ્પાયર આવ્યા અને વચ્ચે પડીને મામલો શાંત કર્યો હતો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp