ગેરી કર્સ્ટને ફગાવ્યો BCCIનો પ્રસ્તાવ, ભારતીય ટીમના કોચ બનવાનો કર્યો ઇનકાર

PC: dnaindia.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર પોતાનું આખું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. BCCI આ સમયે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચની શોધ કરી રહી છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકન પૂર્વ ક્રિકેટર ગેરી કર્સ્ટને કોચ પદની ઓફર નકારી દીધી છે. BCCIએ ગેરી કર્સ્ટનેને આ પદ માટે વાતચીત કરી હતી, પરંતુ તેમણે આ જવાબદારી લેવાની સ્પષ્ટ ના પડી દીધી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હાલના કોચ ઋષિકેશ કાનિતકર છે, જેમને રિપ્લેસ કરવા માટે BCCI નવા કોચની શોધ કરી રહી છે.

BCCIએ આ પદ માટે ગેરી કર્સ્ટનને ઓફર આપી હતી, પરંતુ તેમણે એ સ્વીકારવાની ના પાડી દીધી. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્રતિબદ્ધતાઓના કારણે ગેરી કર્સ્ટને આ પદને સ્વીકારવાની ના પાડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, BCCI તેમને કોચ બનાવવા માગતી હતી, પરંતુ IPL અને બાકી લીગ્સમાં વ્યસ્ત શેડ્યૂલના કારણે ગેરી કર્સ્ટને આ જવાબદારી લેવાની ના પાડી દીધી છે. આ રેસમાં અમોલ મજૂમદાર, ઋષિકેશ કાનિતકર હતા. ઋષિકેશ કાનિતકર પહેલ જ વચગાળાના કોચની જવાબદારી નિભાવી રહ્યા છે.

જો ઇન્ટરનેશનલ નામની વાત કરીએ તો શાર્લેટ એડવર્ડ્સ હાલમાં જ આ રેસમાં સામેલ થઈ છે. હવે એ જોવાનું રહેશે કે, શું BCCI ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સાથે આગળ વધવાનો નિર્ણય કરશે કે નહીં? હાલમાં એડવર્ડે મહિલા પ્રીમિયર લીગ (WPL)ના ઉદ્વઘાટન સત્રમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નું નેતૃત્વ કર્યું હતું. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે, BCCI તેમની સાથે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવાનો નિર્ણય લેશે. જો કે, તેના પર તેમની તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે બાંગ્લાદેશમાં થનારા T20 વર્લ્ડ કપ અને વર્ષ 2025માં ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ અગાઉ 2 વર્ષ બોર્ડ કોઈ મોટા નામને હેડ કોચ રાખવા પર વિચાર કરી રહ્યું છે. બોર્ડ તરફથી આ નિર્ણયનું ઉદ્દેશ્ય આ મહત્ત્વપૂર્ણ ICC ઇવેન્ટ્સ દરમિયાન ટીમ મેનેજમેન્ટમાં સ્થિરતા અને નિરંતરતા સુનિશ્ચિત કરવાનું છે. ગેરી કર્સ્ટન 1 માર્ચ 2008ના રોજ ભારતીય ટીમના હેડ કોચ બન્યા હતા. પદ સંભાળવા અગાઉ ગેરી કર્સ્ટનને કોચિંગ ક્ષેત્રમાં કોઈ અનુભવ નહોતો, પરંતુ મહેનત અને આત્મવિશ્વાસના બળે તેઓ ભારતીય ટીમના સફળ કોચોમાં સામેલ થઈ ગયા.

જ્યારે તેઓ ભારતીય ટીમના કોચ બન્યા હતા, તો ખાસ કરીને વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી, પરંતુ ગેરી કર્સ્ટને ડ્રેસિંગ રૂમની અંદરનો માહોલ એવો બનાવ્યો, જેના કારણે ભારતે અપાર સફળતા મેળવી. ગેરી કર્સ્ટનની કોચિંગમાં વર્ષ 2009માં ભારતીય ટીમ પહેલી વખત ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બની. પછી 2011ના વર્લ્ડ કપની જીત ખાસ હતી. વર્ષ 2011ના વર્લ્ડ કપ બાદ ગેરી કર્સ્ટને ભારતીય ટીમના કોચનું પદ છોડી દીધું હતું કારણ કે તેઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માગતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp