26th January selfie contest

ઇશાન કિશનના સતત ખરાબ પ્રદર્શનથી ગંભીર થયા નારાજ, આપી આ સલાહ

PC: BCCI

હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝ રમી રહી છે. ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ઇશાન કિશનના હાલના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી છે કેમ કે બધાએ વિચાર્યું હતું કે બાંગ્લાદેશ વિરુદ્ધ તેની બેવડી સદી બાદ તેનો ગ્રાફ વધશે. ગૌતમ ગંભીરની આ ટિપ્પણી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લખનૌમાં રમાયેલી બીજી T20 મેચ બાદ આવી છે. આ મેચમાં ઇશાન કિશને 32 બૉલનો સામનો કર્યો અને માત્ર 19 રન બનાવ્યા. ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં એક બૉલ બાકી રહેતા 6 વિકેટે જીત હાંસલ કરતા સીરિઝમાં 1-1થી બરાબરી કરી.

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, યુવા બેટ્સમેનોએ હંમેશાં મોટા સિક્સ લગાવવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં સ્ટ્રાઇક રોટેટ કરવાનું શીખવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ યુવા ખેલાડીઓએ જલદી શીખવાની જરૂરિયાત છે કે સ્ટ્રાઇક કેવી રીતે રોટેટ કરે કેમ કે આ પ્રકારની વિકેટ પર મેદાન પર ઉતરીને મોટા સિક્સ લગવાનું સરળ નહીં હોય. તેમણે કહ્યું કે, તેઓ ઇશાન કિશનના પ્રદર્શનથી હેરાન છે કેમ કે બધાએ વિચાર્યું હતું કે તે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ વિરુદ્ધ બેવડી સદી બાદ આગળ વધશે.

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, બેવડી સદી લગાવ્યા બાદ બાંગ્લાદેશમાં તેણે જે પ્રકારની બેટિંગ કરી, તેને જોતા આ હેરાની ભરેલું છે. તે ત્યારબાદ સંઘર્ષ કરી રહ્યો છે, બધાને લાગ્યું કે તે જે પ્રકારની તેણે ઇનિંગ રમી છે, તેનાથી તેનો ગ્રાફ વધશે. ભારતીય બેટિંગ એકાઇ સ્પિન વિરુદ્ધ ઝઝૂમી રહી છે અને તે ત્યારે સ્પષ્ટ થઇ ગયું હતું કે, જ્યારે ઇશાન કિશન લખનૌમાં માઇકલ બ્રેસવેલનો સામનો કરી રહ્યો હતો. બેટિંગ એકાઇના રૂપમાં ભારતીય એકાઇ સ્પિન વિરુદ્ધ સંઘર્ષ કરી રહી છે. સ્પિનરો માટે પણ પૂરતી મદદ હતી. તે ઘણી હદ સુધી સ્પષ્ટ હતું, જ્યારે ઇશાન કિશન વિરુદ્ધ માઇકલ બ્રેસવેલે ઇશાન કિશનને આઉટ કર્યો.

ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે કેપ્ટન હાર્દિક પંડ્યાની રણનીતિની પણ નિંદા કરી છે. લખનૌમાં બીજી T20 મેચમાં 100 રન જેવા નાનકડા ટારગેટને હાંસલ કરવા માટે પણ ઝઝૂમવું પડ્યું અને છેક એક બૉલ બાકી રહેતા 6 વિકેટે જીત હાંસલ કરી હતી. ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવ્યા અને બોલર્સનો સારી રીતે ઉપયોગ ન કરવાની વાત કહી છે. ગૌતમ ગંભીર આ વાતથી નિરાશ નજરે પડ્યા કે યુઝવેન્દ્ર ચહલ પાસે માત્ર 2 ઓવર કરાવવામાં આવી, જ્યારે તે શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. બીજી તરફ ઓલરાઉન્ડર દીપક હુડા પાસે તેના કોટાની બધી ઓવર પૂરી કરાવી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp