
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે વર્ષ 2012ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલમાં મળેલી જીતને પોતાની સૌથી મુશ્કેલ જીતમાંથી એક કરાર આપ્યો છે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ઘરમાં હરાવવી એકદમ સરળ નહોતી, પરંતુ તેમની ટીમે એમ કરી દેખાડ્યું. કોલકાતા નાઈટ રાઇડર્સે IPLની ટ્રોફી પહેલી વખત વર્ષ 2012માં જીતી હતી. ટીમે ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી હતી.
ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. સુરેશ રૈનાએ 38 બૉલમાં 3 ફોર અને 5 સિક્સની મદદથી 73 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બ્રેટલીએ એ મેચમાં 4 ઓવરમાં 42 અને સુનિલ નરીને 4 ઓવરમાં 37 રન લૂંટાવી દીધા હતા. ટારગેટને પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ઝટકો પહેલી જ ઓવરમાં લાગી ગયો હતો. કેપ્ટન ગૌતમ ગંભીર માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
જો કે, ત્યારબાદ મનવિન્દર બિસ્લાએ 48 બૉલમાં 89 અને જેક કાલિસે 49 બૉલમાં 69 રન બનાવીને ટીમને જીત આપાવી દીધી હતી. કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ઘરમાં હરાવીને પહેલી વખત IPLની ટ્રોફી પોતાના નામે કરી હતી. ગૌતમ ગંભીરે આ જીતને સૌથી ખાસ બતાવી. તેમણે એક સ્પોર્ટ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, લોકો મને પૂછે છે કે, વર્ષ 2012 અને વર્ષ 2014માંથી કઈ મોટી જીત હતી? તો મારું માનવું છે કે વર્ષ 2012 વાળી જીત વધારે મોટી હતી.
તેમણે કહ્યું કે, તેનું કારણ એ હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ઘરમાં હરાવવી સરળ નહોતી. ત્યાં આખો સપોર્ટ તેના (ચેન્નાઈ સુપર કિંગ્સ) માટે જ હતો. મારા નંબર 1 બોલર સુનિલ નરિનને ખૂબ જ વધારે રન પડી ગયા હતા. પછી ત્યાંથી વાપસી કરીને જીત હાંસલ કરવી શાનદાર હતું. તે ખૂબ મુશ્કેલ જીત હતી. ગૌતમ ગંભીર ગત સીઝનથી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. લખનૌ સુપર જાયન્ટ પોતાના IPL 2023ના અભિયાનની શરૂઆત 1 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp