સૂર્યા નહીં આ ખેલાડીની વિસ્ફોટક ઇનિંગ જોઇને ફેન થયા ગંભીર, બોલ્યા-ઓપનિંગમાં પણ..

PC: latestly.com

રાજકોટમાં રમાયેલી ત્રીજી અને સીરિઝની અંતિમ T20 મેચમાં સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક ઇનિંગ રમતા તેના T20 કરિયરની ત્રીજી સદી લગાવી. T20માં તેનાથી આગળ માત્ર ભારતીય કેપ્ટન રોહિત શર્મા જ છે, જેણે T20માં 4 સદી લગાવી છે. આ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા બેટ્સમેનોની લિસ્ટમાં રાહુલ ત્રિપાઠી પણ સામેલ છે, જેણે ત્રીજા નંબર બેટિંગ કરતા પાવરપ્લેમાં 218ની સ્ટ્રાઇક રેટથી 16 બૉલમાં 35 રનની ઇનિંગ રમી.

રાહુલ ત્રિપાઠીએ પોતાની બીજી મેચની આ નાનકડી ઇનિંગમાં પોતાની મંશા સ્પષ્ટ કરી દીધી હતી. એક વિકેટ પડ્યા બાદ બેટિંગ માટે આવેલા રાહુલ ત્રિપાઠીએ ગજબનું ઇન્ટેન્ટ દેખાડ્યું. પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે પણ તેની બેટિંગના ફેન થઇ ગયા. સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમના T20 કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, ભારતીય ટીમે પહેલી જ ઓવરમાં ઇશાન કિશનની વિકેટ ગુમાવી દીધી હતી.

એ સમયે એમ લાગ્યું કે, ક્યાંક પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ટીમ માટે ખોટો તો નહીં સાબિત થાય, પરંતુ ત્યારબાદ બેટિંગ માટે આવેલા યુવા ખેલાડી રાહુલ ત્રિપાઠીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી પહેલી વિકેટના પતનની અસર બેઅસર કરી દીધી. આવતા જ પોતાના હાથ ખોલી દીધા અને ફોર અને સિક્સ લગાવવા લાગ્યો. 35 રનની પોતાની નાનકડી, પરંતુ ઇન્ટેન્ટ ભરેલી ઇનિંગમાં તેણે 32 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 2 સિક્સ લગાવીને ભારતીય ટીમને એક સારી શરૂઆત આપી હતી.

તેની બેટિંગ જોઇને ગૌતમ ગંભીર પણ તેના ફેન થઇ ગયા. તેમણે કહ્યું કે, રાહુલ ત્રિપાઠી એવો ખેલાડી છે, જેને પોતાની ફ્રેન્ચાઇઝી અને રાજ્ય માટે દરેક નંબર પર બેટિંગ કરી છે. તે ઓપનિંગ કરી શકે છે. નંબર 3 પર રમી શકે છે કે પછી તેને મધ્ય ક્રમમાં પણ મોકલી શકાય છે. તમે તેને કોઇ પણ નંબર પર રમવા મોકલો, તેની રમવાની રીત એજ રહે છે. પછી તે કોઇ પણ ટીમ વિરુદ્ધ કેમ ન રમે. તે નવા બૉલનો બેટ્સમેન એટલો જ સન્માન આપે છે, જેટલો જૂના બૉલને. તમે તેના જેવા ખેલાડીઓને જોવા ઇચ્છો છો. તો ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને લઇને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, એટ ધ રેટ સૂર્યકુમારને ટેસ્ટ ક્રિકેટમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp