‘જો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન ન હોત તો તેના ખાતામાં..’ આ શું બોલી ગયા ગંભીર

PC: thestatesman.com

ભારતીય ક્રિકેટ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ઘણી સીરિઝ અને ટ્રોફી જીતી છે, તેમાં 3 ICC ટ્રોફી પણ સામેલ છે. વર્ષ 2004માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2007માં ભારતીય ટીમનો કેપ્ટન બની ગયો હતો અને ત્યારબાદ તેણે જે પ્રકારે ભારતીય ક્રિકેટને આગળ વધારી, તે સરાહનીય હતું. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ખૂલીને પોતાના વિચાર રાખવા માટે જાણીતા છે અને તેઓ કંઈક એવા નિવેદન આપી ચૂક્યા છે જેથી લાગે છે કે તે ધોની અને વિરાટ કોહલીથી વધારે ખુશ રહેતા નથી.

એવામાં ગૌતમ ગંભીરના મોઢે મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ સાંભળીને ફેન્સ થોડા હેરાન જરુર થઈ જાય છે. એશિયા કપ 2023માં ભારતીય ટીમની 10 વિકેટે શાનદાર જીત બાદ ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોની બાબતે જે વાતો કહી તે તમારું દિલ જીતી લેશે. ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, ‘જો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન ન હોત, તો તે પોતાના આખા કરિયરમાં નંબર-3 પર જ બેટિંગ કરતો અને કરિયરમાં ઘણા બધા રન બનાવતો. તેણે ટીમ માટે અને ટીમને ટ્રોફી જીતાડવા માટે પોતાના રનોનું બલિદાન આપ્યું.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 15 એવા બેટ્સમેન છે, જેમણે વન-ડે ઇન્ટરનેશનલમાં 10 હજાર કરતા વધુ રન બનાવ્યા છે. તેમાં મોટા ભાગના ખેલાડીઓએ ટોપ ઓર્ડર પર જ બેટિંગ કરી છે. મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કર્યા બાદ સૌથી વધુ વન-ડે ઇન્ટરનેશનલ રન મહેન્દ્ર સિંહ ધોનીના નામ પર જ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે કરિયરની શરૂઆતમાં ત્રીજા નંબર પર બેટિંગ કરી હોય, પરંતુ ત્યારબાદ તે પાંચમા, છઠ્ઠા કે સાતમા નંબર પર બેટિંગ કરતો રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ, વર્ષ 2011માં વન-ડે કપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી છે. ત્યારથી ભારત ICC ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખત વન-ડે વર્લ્ડ કપ 2023 ભારતની મેજબનીમાં રમાવાનો છે, જેમાં ફરી એક વખત ભારત પાસે ટ્રોફી જીતવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે. વર્લ્ડ કપ અગાઉ ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં એશિયા કપ 2023ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp