ગૌતમ ગંભીરે એબી ડી વિલિયર્સ પર એવું શું કહ્યું કે મચી ગયો હોબાળો!

PC: sportstime247.com

ભારતીય ટીમના પૂર્વ ઑપનર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર હાલના દિવસોમાં ચર્ચામાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી છે અને એ અગાઉ ગૌતમ ગંભીરે એબી ડી વિલિયર્સને લઇને નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે એક ચર્ચા દરમિયાન કહ્યું કે, એબી ડી વિલિયર્સ પાસે માત્ર ખાનગી રેકોર્ડ છે, તે IPLમાં એટલો મહાન નથી. આ જ નિવેદન પર હોબાળો થઇ ગયો છે. રવિવારે (5 માર્ચના રોજ) ટ્વીટર પર ગૌતમ ગંભીર ટ્રેન્ડ થતા રહ્યા.

ફેન્સે તેમના નિવેદનની નિંદા કરી. ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર એક શૉ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, ‘એબી ડી વિલિયર્સ જો 8-10 વર્ષ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે, તે એટલું નાનું મેદાન છે. કોઇને પણ જો ત્યાં રમાડશો તો તેની સ્ટ્રાઇક રેટ અને એબિલિટી એટલી જ હશે. સુરેશ રૈના પાસે 4 IPL ટાઇટલ છે, પરંતુ એબી ડી વિલિયર્સ પાસે માત્ર ખાનગી રેકોર્ડ છે. ફેન્સ આ નિવેદન પર ગુસ્સે ભરાઇ ગયા અને ટ્વીટર પર ગૌતમ ગંભીરને ખરું-ખોટું સંભળાવી દીધું.

લોકોએ ચેન્નાસ્વામી મેદનના આંકડા પણ કાઢ્યા. એક ફેને લખ્યું કે, ગૌતમ ગંભીરનો રેકોર્ડ આ મેદાન પર ખરાબ છે. હેરાનીની વાત છે કે તેઓ તેને સરળ મેદાન બનાવી રહ્યા હતા, પરંતુ પોતે રન ન બનાવી શક્યા. એક ફેને લખ્યું કે, કોઇ પણ મેદાન પર ગૌતમ ગંભીરની સૌથી વધારે એવરેજ 30ની રહી છે. એવામાં તેમને પહેલા બેટિંગ આવડતી નહોતી અને હવે તેમને વાત કરવાની આવડતી નથી. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરને પણ IPLના લીજેન્ડ માનવામાં આવે છે, તેમની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ 2 ટ્રોફી જીતી હતી.

હાલમાં ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. તો જો એબી ડી વિલિયર્સની વાત કરીએ તો તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે લીજેન્ડ રહ્યો છે અને તેની ભારતમાં એક સ્પેશિયલ ફેન ફોલોઇંગ રહી છે. એબી ડી વિલિયર્સે IPLમાં 184 મેચ રમી છે, જેમાં તેના નામે લગભગ 40ની એવરેજથી 5162 રન નોંધાયેલા છે. તેના નામે 3 સદી અને 40 અડધી સદી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp