ગંભીરના મતે પાકિસ્તાન સામે આ ખેલાડીને ન રમાડ્યો તો એ ભારતની મોટી ભૂલ હશે

PC: mid-day.com

એશિયા કપ 2023માં રોમાંચ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. 2 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઇવોલ્ટેજ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, પરંતુ હવે ફરી એક વખત ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં સામસામે થવા તૈયાર છે. 10 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2023 હેઠળ સુપર-4ની ત્રીજી મેચ બંને ટીમો વચ્ચે રમાશે. આ મેચ અગાઉ પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે ભારતીય ટીમને મોટી સલાહ આપી છે.

ગૌતમ ગંભીરનું માનવું છે કે, જો 10 સપ્ટેમ્બરના રોજ ભારત વિરુદ્ધ ઇશાન કિશનને ટીમમાં જગ્યા ન મળી તો તે ભારતીય ટીમની સૌથી મોટી ભૂલ હશે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, જે પ્રકારે ઈશાન કિશને પ્રદર્શન કર્યું છે, તેને જોતા ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા જરૂર મળવી જોઈએ. ગૌતમ ગંભીરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ કે.એલ. રાહુલને રમાડવાની ચર્ચા તેજ છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરવા દરમિયાન ગૌતમ ગંભીરે કહ્યું કે, ભારતીય ટીમ જો ઇશાન કિશનની જગ્યાએ કે.એલ. રાહુલને રમાડે છે તો પછી આ તેની સૌથી મોટી ભૂલ હશે.

ઇશાન કિશનને વધુ અવસર મળતા નથી, પરંતુ જ્યારે તેને અવસર મળે છે તો પછી તેની ઉપર દબાવ હોય છે. તેણે બેવડી સદી ફટકારી છે, એ છતા તેને વધુ અવસર મળ્યા નથી. ગૌતમ ગંભીરે હેરાની વ્યક્ત કરતા કહ્યું કે, વન-ડેમાં બેવડી સદી લગાવ્યા બાદ ઇશાન કિશનને આગામી સીરિઝ માટે ટીમમાં ન સિલેક્ટ કરવામાં આવ્યો. તે જે નંબર પર બેટિંગ કરે છે તે એક અલગ મુદ્દો છે, પરંતુ તે ખેલાડી વન-ડે ફોર્મેટને ખૂબ સારી રીતે સમજે છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ગ્રુપ-Aમાં પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી છે. એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, જેમાં તેને 1 પોઈન્ટ મળ્યો હતો. તો ભારતીય ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે. પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, જ્યારે બીજી મેચમાં નેપાળ વિરુદ્ધ 10 વિકેટે મોટી જીત મળી હતી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરના રોજ મેચ રમાશે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે એ મેચમાં વરસાદ ફરી વિલન બને છે કે નહીં. અને જો વરસાદ વિલન નથી બનતો તો એ મેચ કોણ જીતશે? પરંતુ એ તો 10 તારીખે જ ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp