નેપાળ સામે ઓપનિંગમાં રોહિતના સ્થાને આ જોડીને જોવા માગે છે ગૌતમ ગંભીર

PC: jagran.com

એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાની બીજી મેચ આજે નેપાળ સામે છે. સુપર-4માં પહોંચવા માટે રોહિત એન્ડ કંપનીએ નેપાળને હરાવવું પડશે. ભારતીય ટીમની પાકિસ્તાન સામેની મેચ વરસાદમાં ધોવાઇ હતી. ગૌતમ ગંભીરે નેપાળ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરબદલ કરવાની આશા વ્યક્ત કરી છે. ગંભીરનું કહેવું છે કે શુભમન ગિલ અને ઈશાન કિશને ઓપનર્સ તરીકે શરૂઆત કરવી જોઇએ. ઈનિંગની શરૂઆત રોહિત શર્માએ નહીં પણ ઈશાન કિશને કરવી જોઇએ.

ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, મને લાગે છે કે ઈશાન કિશને શુભમન ગિલની સાથે ઓપન કરવું જોઇએ. એવામાં જો રોહિત નંબર 3 રમવા માગે તો રમી શકે છે. વિરાટ કોહલી નંબર 4 પર બેટિંગ કરે કે આનાથી વિપરિત પણ કરી શકે છે. તમારે હમેશા યુવા ખેલાડીને એ પોઝિશન પર બેટિંગ કરાવવી જોઇએ, જેના પર તે સહજ અનુભવ કરતો હોય.

પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, તમે આ વાત પર ખુલ્લીને ચર્ચા કરી શકો છો કે રોહિત અને ગિલની ઓપનિંગ જોડી વધારે સેટલ્ડ છે. ત્યાર પછી સામાન્ય રીતે વિરાટ કોહલી નંબર 3 અને અય્યર નંબર 4 પર રમે છે. જોકે હાલમાં તમે ઈશાન કિશનના ફોર્મને જુઓ. તેના નામે વનડેમાં ડબલ સેન્ચ્યુરી છે. તેણે ઓપનિંગ કરતા છેલ્લા પ્રવાસે સતત 3 હાફ સેન્ચ્યુરી કરી છે.

પાકિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશને ખૂબ જ સરસ બેટિંગ કરી હતી. નંબર પાંચ પર પહેલી વાર રમતા ઈશાને 82 રનની યાદગાર ઈનિંગ રમી હતી. લેફ્ટ હેન્ડ બેટ્સમેને આ ઈનિંગ એવા સમયે રમી જ્યારે ભારતીય ટીમ 66 રને 4 વિકેટ ગુમાવી બેઠી હતી અને સંઘર્ષ કરી રહી હતી. જોકે ઈશાન કિશન સેન્ચ્યુરી ચૂકી ગયો હતો. 

પાકિસ્તાનના બોલર હરિશ રાઉફે ઈશાન કિશનની વિકેટ લીધી હતી. રાઉફની બોલ પર ઈશાન તેના શોટને કન્ટ્રોલ કરી શક્યો નહીં અને બોલ તેની બેટની અંદરના કિનારાને લાગી હવામાં ગયો. કેપ્ટન બાબર આઝમે ભૂલ કર્યા વિના કેચ પકડી લીધો. ઈશાનને આઉટ કર્યા પછી હેરિશ રઉફે મેદાનમાં તેના તેવર દેખાડ્યા અને તેણે હાથથી ઈશાન બાજુ ઈશારો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp