ધોની નહીં યુવરાજ સિંહના દમ પર ભારતે જીત્યો હતો વર્લ્ડ કપ: ગૌતમ ગંભીર

PC: mid-day.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર મોટા ભાગે પોતાના વિચારો ખૂલીને સામે રાખે છે. ફરી એક વખત એવું જ જોવા મળ્યું છે. ગૌતમ ગંભીરે વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ અને વર્ષ 2011ના વન-ડે વર્લ્ડ કપને યાદ કરીને યુવરાજ સિંહને ટૂર્નામેન્ટનો સૌથી મોટો ખેલાડી બતાવ્યો છે. ગૌતમ ગંભીરનું માનવું છે કે, યુવરાજ સિંહને પોતાના પ્રદર્શન માટે એટલી પ્રશંસા ન મળી, જેટલી મળવી જોઈતી હતી.

આ દરમિયાન તેણે બોલ્ડ નિવેદન આપતા ફરી એક વખત એમ કહ્યું કે, ભારત માત્ર મહેન્દ્ર સિંહ ધોનીના કારણે વર્લ્ડ કપ જીત્યું નથી, જો એવો કોઈ ખેલાડી છે તો તે યુવરાજ સિંહ છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, ‘જ્યારે આપણે વર્ષ 2007ના વર્લ્ડ કપની વાત કરીએ છીએ તો યુવરાજ સિંહનું નામ લેતા નથી. જ્યારે વર્ષ 2011ના વર્લ્ડ કપની વાત કરીએ છીએ તો પણ યુવરાજ સિંહનું નામ લેતા નથી. કેમ નથી લેતા? કેમ કે આ બધું માત્ર માર્કેટિંગ, PR અને એક વ્યક્તિને સૌથી મોટો દેખાડવા માટે કરવામાં આવે છે.

તમને ખબર છે કે, વારંવાર આપણને એમ કહેવામાં આવે છે કે વર્ષ 2007 અને વર્ષ 2011નો વર્લ્ડ કપ ભારતને કોણે જીતાડ્યો છે. કોઈ પણ એક ખેલાડી ટીમને વર્લ્ડ કપ નહીં જીતાડી શકે. તેને આખી ટીમે જીતાડ્યો છે. તેણે આગળ કહ્યું કે, એમ હોત તો આજે ભારત 5 કે 10 વર્લ્ડ કપ જીતી ચૂક્યું હોત. મારું માનવું છે કે, યુવરાજ સિંહ ભારતની ક્રિકેટનો સૌથી અંડરરેટેડ ખેલાડી છે. કદાચ 2 વર્લ્ડ કપ કોઈએ ભારતના જીતાડ્યા છે તો તે યુવરાજ સિંહ છે. તે ભારત માટે વ્હાઇટ બોલ ક્રિકેટનો સૌથી મોટો ખેલાડી હતો.

મારું માનવું છે કે T20 વર્લ્ડ કપ કે વર્લ્ડ કપમાં કોઈ ટીમને ફાઇનલ સુધી લઈને આવ્યું તો તે યુવરાજ સિંહ હતો. બંને ટૂર્નામેન્ટ્સમાં તે કદાચ મેન ઓફ ધ ટુર્નામેન્ટ હતો. મેં તેનાથી વધારે ટેલેન્ટેડ ખેલાડી ભારતમાં આજ સુધી જોયો નથી. એટલું જ નહીં, ગૌતમ ગંભીરનું એવું પણ માનવું છે કે, ભારતમાં ટીમથી ઉપર ખેલાડીને જોવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં બ્રૉડકાસ્ટ અને મીડિયા આખો દિવસ માત્ર એક ખેલાડી પર ફોકસ રાખે છે અને પછી એમ કહે છે કે બીજા ખેલાડી અંડરરેટેડ છે.

ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરની આ વાત ઘણી હદ સુધી સાચી નજરે પડે છે કેમ કે સોશિયલ મીડિયા પર મોટા ભાગે IPL દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફેન્સ એક-બીજા સાથે લડતા નજરે પડે છે. મોટા ટૂર્નામેન્ટ્સ અગાઉ પણ માત્ર કેટલાક ખેલાડીઓ પર વાત કરીને હુકમનો એક્કો બતાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp