પૃથ્વી શૉ માટે ટીમ મેનેજમેન્ટ પર ગુસ્સે ગંભીર, કહ્યું- તેને સાચા માર્ગે...

PC: khabarchhe.com

શ્રીલંકા વિરુદ્ધ આગામી સીરિઝ માટે પૃથ્વી શૉને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. ટીમમાં જગ્યા ન મળવા પર થોડા દિવસ અગાઉ પૃથ્વી શૉએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. હવે ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર તેનું સમર્થન કરતા નજરે પડી રહ્યા છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ મુજબ, ગૌતમ ગંભીરે પૃથ્વી શૉને ટીમમાં ન સામેલ કરવાની નિંદા કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી શૉ કયા પ્રકારનો ખેલાડી છે.

આપણે બધા જાણીએ છીએ કે તેની પાસે કયા પ્રકારની પ્રતિભા છે. કદાચ કોચોએ તેને યોગ્ય રસ્તા પર લગાવવો જોઇએ. પૃથ્વી શૉએ જે પ્રકારની શરૂઆત પોતાના ઇન્ટરનેશનલ કરિયરની કરી હતી અને જે પ્રકારની પ્રતિભા તેના પર છે. તમે પ્રતિભા પર એક ખેલાડીનું સમર્થન કરો છો. તમારે તમારા પાલન-પોષણનું પણ ધ્યાન રાખવું પડશે, તે ક્યાંથી આવે છે અને તેની પાસે પણ પડકાર હતા. આ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સે જોવું જોઇએ. તેને સાચા માર્ગે લગાવવામાં મદદ કરવી જોઇએ.

ગૌતમ ગંભીરે કહ્યું કે, જો તે સખત મહેનત કરવા તૈયાર છે તો મને ખબર છે કે તે બીજી ટીમ માટે કેટલો ખતરનાક હોય શકે છે. જો તે પોતાના માટે મેચ જીતાડી શકે છે તો આગળ વધારવો જોઇએ. પછી તે પ્રશિક્ષક હોય, મેનેજમેન્ટ, હેડ કોચ કે સિલેક્ટર્સના અધ્યક્ષ હોય, એ બધાને જોઇએ કે આ યુવા ખેલાડીને સાચા માર્ગે લાવવાની જવાબદારી લે. શ્રીલંકા વિરુદ્ધ T20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થયા બાદ ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ ચર્ચામાં છે. તેણે સિલેક્ટર્સ દ્વારા નજરઅંદાજ કરવાથી નારાજગી દેખાડી છે.

પૃથ્વી શૉએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સ્ટોરીઝ શેર કરી જેમાં સાયરી લખી હતી. શાયરીને શબ્દ કંઇક એવા હતા ‘કિસી ને મુફત મેં પા લિયા વો શખ્સ જો મુઝે હર કિંમત પર ચાહીએ થા.’ શૉની આ પોસ્ટના અલગ-અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પ્રોફાઇલ ફોટો પણ હટાવી લીધો હતો. જો કે, પૃથ્વી શૉના હાલના પ્રદર્શનને જોઇએ તો કહી શકાય છે કે ભારતીય ટીમમાં તેની જગ્યા બની રહી નથી. આંકડા પોતે એ પુરાવા આપી રહ્યા છે.

રણજી ટ્રોફીમાં અત્યાર સુધી પૃથ્વી શૉ 3 ઇનિંગમાં માત્ર 38 રન જ બનાવી શક્યો છે. વિજય હાજરે ટ્રોફીમાં પણ તેનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નહોતું. જો કે, ક્રિકેટર્સના હાલના પ્રદર્શનને જોતા તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવે છે, તો કહી શકાય કે તેના ખરાબ ફોર્મને જોતા સિલેક્ટર્સે તેને ઇગ્નોર કરી દીધો હશે. પૃથ્વી શૉ હાલના દિવસોમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. છેલ્લી 10 મેચોમાં તે માત્ર 266 રન જ બનાવી શક્યો છે. જ્યારે વિજય હજારે ટ્રોફીમાં તે માત્ર 2 અડધી સદી બનાવી શક્યો છે. છેલ્લા દોઢ મહિનામાં પૃથ્વી શૉ માત્ર 244 રન જ બનાવી શક્યો છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp