- Sports
- પાકિસ્તાની કેપ્ટન બાબર પર ગુસ્સે થયા ગંભીર, હાર માટે આ વસ્તુને ઠેરવી જવાબદાર
પાકિસ્તાની કેપ્ટન બાબર પર ગુસ્સે થયા ગંભીર, હાર માટે આ વસ્તુને ઠેરવી જવાબદાર
શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાની ટીમને જે પ્રકારે હારનો સામનો કરવો પડ્યો, તેને લઈને ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટીમને મળેલી હાર માટે બાબર આઝમની ખરાબ કેપ્ટન્સીને જવાબદાર ઠેરવી છે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, બાબર આઝમની કેપ્ટન્સી એટલી સારી રહી નથી અને આ જ કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકા વિરુદ્ધ એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો અને તેની સાથે જ પાકિસ્તાની ટીમ એશિયા કપ 2023થી બહાર થઈ ગઈ છે.

પાકિસ્તાની ટીમને ભારત અને શ્રીલંકા બંને જ ટીમો સામે સતત હારનો સામનો કરવો પડ્યો. તેની સાથે જ ફાઇનલ પહોંચવાનું તેનું સપનું તૂટી ગયું. વરસાદના કારણે મેચ 42-42 ઓવરોની કરવામાં આવી હતી, પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકન ટીમે અપાયેલો ટારગેટને અંતિમ બૉલ પર 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. અંતિમ ઓવરમાં જીત માટે શ્રીલંકાને 8 રનની જરૂરિયાત હતી અને તેને તેણે હાંસલ કરી લીધો. સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરવા દરમિયાન ગૌતમ ગંભીરે બાબર આઝમની કેપ્ટન્સીને લઈને તીખી પ્રતિક્રિયા આપી.
તેમણે કહ્યું કે, મારા હિસાબે કેપ્ટન્સી ખૂબ ખરાબ રહી. જમાન ખાનની ઓવરમાં મીડ ઓફની ઉપર ચોગ્ગો લાગી ગયો હતો અને શાહીન આફ્રિદીની ઓવરમાં પણ મીડ ઓફ ઉપરથી જ ચોગ્ગો જતો રહ્યો હતો. આ બંને જ બૉલ ધીમી ગતિથી નાખવામાં આવ્યા હતા. જો તમે સ્લોઅર વન નાખવા માગો છો તો પછી મીડ ઓફના ફિલ્ડરને લોંગ ઓફ ઉપર રાખવો જોઈએ અને થર્ડ મેનને અંદર લાવવો જોઈએ. એ ખૂબ સિમ્પલ કેપ્ટન્સી છે. વિચારો જો અંતિમ ઓવરમાં 13 રન બનાવવા હોતા તો પછી શ્રીલંકાને પરેશાનીનો સામનો કરવો પડતો.

ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનન કેપ્ટને એ શીખવાની જરૂરિયાત છે કે તેણે કેટલીક અંતિમ ઓવરોમાં વિકેટ પાછળ જવાની જરૂરિયાત નથી. તેણે T20 જેવી ફિલ્ડિંગ રાખીને દબાવ બનાવી રાખવા પર ધ્યાન આપવું જોઈતું હતું અને જો એ બે બાઉન્ડ્રી ન આપવામાં આવી હોત તો પરિણામ કંઈક અલગ થઈ શકતું હતું. મેચની વાત કરીએ તો વરસાદથી બાધિત મેચમાં પાકિસ્તાને 42 ઓવરમાં 252 રનોનો સ્કોર ઊભો કર્યો હતો. તો શ્રીલંકન ટીમે આ રન ચેઝ અંતિમ બૉલ પર કરીને જીત હાંસલ કરવા સાથે જ એશિયા કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

