ગંભીરે ઈંગ્લેન્ડની મેચમાં એવી વાત કરી દીધી કે ધોનીના ફેન્સ થયા ગુસ્સે, જુઓ Video
ગૌતમ ગંભીર તેના બેબાક નિવેદનો માટે જાણીતો છે. મોટેભાગે તે તેના આ રીતના નિવેદનોને લીધે ટ્રોલ પણ થાય છે. ફરી એકવાર ગૌતમ ગંભીરે કંઇક એવું કહી દીધું કે ત્યાર પછી ધોનીના ફેન્સ તેનાથી નારાજ ચાલી રહ્યા છે. થયું એવું કે, ગૌતમ ગંભીર ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની મેચમાં કમેન્ટ્રી કરી રહ્યો હતો અને ઈંગ્લીશ ખેલાડીઓની સ્થિતિ જોઇ તેણે ઈશારામાં ધોની અને તેના ફેન્સ પર નિશાનો સાધી દીધો.
ગંભીરે કમેન્ટ્રી દરમિયાન કહ્યું કે, ઈંગ્લેન્ડની આ સ્થિતિ એ લોકોને જવાબ છે જેઓ એવું માને છે કે કેપ્ટન જ વર્લ્ડ કપ જીતાડે છે. ગંભીરે કહ્યું કે, ઈંગ્લેન્ડના કેપ્ટન એકલા હાથે વર્લ્ડ કપ જીતાડી શકતા હતા પણ કેમ જીતી રહ્યા નથી? એવી એટલા માટે કારણ કે તેમની ટીમ સારું રમી રહી નથી. ઈંગ્લેન્ડના બેટ્સમેનો રન બનાવી રહ્યા નથી. તેમના બોલરો વિકેટ નથી લઇ રહ્યા. ટૂર્નામેન્ટ જીતવાનો શ્રેય માત્ર એક જ વ્યક્તિને જશે તો પછી બાકી 14 ખેલાડીઓ પર શું વિતશે? ગંભીરે આ વાત એ લોકોને કહી છે જેઓ હંમેશા એવું કહે છે કે, ધોનીની કેપ્ટન્સીના કારણે ભારત 2011માં વર્લ્ડ કપ જીત્યું હતું.
ધોનીના ફેન્સ નાખુશ
ગૌતમ ગંભીરની આ વાત સાંભળી ધોનીના ફેન્સ ફરી એકવાર ગંભીરથી નારાજ થઇ ગયા છે. એક વ્યક્તિએ તો ગંભીરને ક્રેડિટનો ભૂખ્યો કહી દીધો. જોકે, જોવા જઇએ તો ગૌતમ ગંભીરની વાત સાચી છે. ક્રિકેટ એક ટીમ ગઇમ છે અને તેમાં દરેક ખેલાડીઓનો ફાળો હોય છે. એ જરૂર છે કે કેપ્ટન પોતાની ટીમને એક દિશા આપે છે અને એક પ્લાન પર ચાલીને પ્રેરિત કરે છે.
Gautam Gambhir had fantastic footwork as a batsman but he is not able to move on.
— Public View (@HarishMand49205) October 27, 2023
#gautamgambhir @GautamGambhir #SLvsENG #MSDhoni𓃵 pic.twitter.com/I1DXJseeFM
ખેર, ગૌતમ ગંભીરે બાબર આઝમને લઇ પણ એક મોટી વાત કહી છે. ગંભીરે કહ્યું કે, સતત ફ્લોપ થઇ રહેલા બાબર આઝમ હજુ પણ વર્લ્ડ કપમાં 3-4 સદી લગાવી શકે છે. જણાવીએ કે, વર્લ્ડ કપ શરૂ થતા પહેલા ગંભીરે કહ્યું હતું કે, બાબર આઝમ વર્લ્ડ કપ 2023માં 3-4 સદી લગાવશે પણ બાબર આઝમ માટે આ ટૂર્નામેન્ટમાં રન બનાવવા અઘરા લાગી રહ્યા છે. તે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જોકે, ગૌતમ ગંભીર હજુ પણ તેના આ નિવેદન પર કાયમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp