કે.એલ. રાહુલને મળ્યો ગૌતમ ગંભીરનો સાથ, સમર્થનમાં કહી દીધી આ વાત

PC: twitter.com/GautamGambhir

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કે.એલ. રાહુલની બેટ ઘણા સમયથી શાંત છે. રાહુલના ખરાબ ફોર્મના કારણે સતત પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યા પર સવાલ ઉઠી રહ્યા છે. ઘણા દિગ્ગજોએ તેને ટીમાંથી બહાર કરવાની પણ વાત કહી છે. આ દરમિયાન કે.એલ. રાહુલને પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરનો સાથ મળ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ગૌતમ ગંભીરને આશા છે કે કે.એલ. રાહુલ સારું પ્રદર્શન કરશે.

ગૌતમ ગંભીરે કહ્યું કે, જે લોકોએ રાહુલના ખરાબ પ્રદર્શ પર પ્રહાર કર્યો છે તેઓ એ વાતથી અજાણ છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કેટલી મુશ્કેલ હોય શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, ખેલાડીનું સમર્થન કરવું આવશ્યક છે અને તેમણે કે.એલ. રાહુલના સમર્થન માટે કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, ક્યારેક ક્યારેક તમે કોઇની પ્રતિભાનું સમર્થન કરો છો. હું રોહિત શર્માના વખાણ કરું છું કે તેનું સમર્થન કરી રહ્યો છે.

રોહિત શર્મા પણ શરૂઆતી દિવસમાં એવી જ સ્થિતિમાં હતો, જ્યારે તે વધારે રન બનાવી શકતો નહોતો, પરંતુ તેને ઘણા ચાંસ મળ્યા અને હવે જુઓ તે ક્યાં છે એટલે તે કે.એલ. રાહુલ બાબતે જાણે છે અને હું રોહિત શર્માના નિર્ણયનું સમર્થન કરું છું. ગૌતમ ગંભીરે કહ્યું કે, આપણે આ સીરિઝમાં 2-0થી આગળ છીએ, પાછળ નથી. મારું માનવું છે કે તેને આગામી 2 ટેસ્ટમાં ચાન્સ આપવો જોઈએ અને તે સારું પ્રદર્શન કરશે.

બીજી ટેસ્ટ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, રાહુલની બેટિંગ બાબતે ઘણી વાત થઇ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટના રૂપમાં અમે હંમેશાં કોઇ પણ વ્યક્તિની ક્ષમતા જોઇએ છીએ, ન કે માત્ર ભૂતકાળમાં કરવામાં આવેલા પ્રદર્શનને જોઇએ છીએ. જો એ વ્યક્તિમાં ક્ષમતા છે તો તેને એક ચાંસ મળશે. ઇંગ્લેન્ડમાં રમવું કોઇ સરળ કામ હોતું નથી અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું. અહીં સુધી કે સેન્ચુરિયનમાં પણ શાનદાર પ્રદર્શન હતું. બંને પ્રદર્શનોના કારણે ભારતે બંને મેચ જીતી હતી. છતા તેની ક્ષમતા બાબતે વાત કરવામાં આવી છે, પરંતુ અમારી તરફથી એ સ્પષ્ટ હતું કે તેને મેદાન પર પોતાની રમત રમવાની જરૂરિયાત છે.

તેમાં કોઇ શંકા નથી કે જ્યારે તમે આ પ્રકારની પીચો પર રમી રહ્યા છો તો તમારે રન બનાવવાની પોતાની રીત શોધવાની જરૂરિયાત છે.અમે એ જોતા નથી કે કોઇ ખેલાડીના રૂપમાં શું કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કે.એલ. રાહુલ લાંબા સમયથી પોતાના બેટથી મોટી ઇનિંગ રમી શક્યો નથી. તેણે છેલ્લી વખત વર્ષ 2021ના અંતમાં દક્ષિણ આફ્રિકામાં સદી બનાવી હતી. સતત તેનું પ્રદર્શન ખરાબ રહેવાના કારણે રાહુલે ટેસ્ટમાં પોતાની કેપ્ટન્સી ગુમાવી દીધી છે. જો કે, તેને ઈન્દોર અને અમદાવાદ ટેસ્ટ સ્ક્વોડમાં જગ્યા મળી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે તે પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જગ્યા યથાવત રાખી શકે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp