ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિશે ગાવસ્કરે કહ્યું-આ તો ગલી ક્રિકેટ રમી રહ્યો છે

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના એક દિગ્ગજ બેટ્સમેનને લઇને મોટું નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસ્કરના જણાવ્યા અનુસાર, આ બેટ્સમેનનો અંદાજ ગલી ક્રિકેટ જેવો લાગે છે. પોતાના જમાનાના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે, સૂર્યકુમાર યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બોલરની ધોલાઈ કરી રહ્યો હતો ત્યારે એવુ લાગી રહ્યું હતું જાણે તે ગલી ક્રિકેટ રમી રહ્યો હોય.

સૂર્યકુમાર યાદવે RCB વિરુદ્ધ આ મેચમાં 35 બોલ પર 83 રન બનાવ્યા અને આ દરમિયાન મેદાનની ચારેબાજુએ શૉટ રમીને પોતાના કૌશલ્યનું ખુલીને પ્રદર્શન કર્યું. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને છ છગ્ગા માર્યા જેની મદદથી મુંબઈએ 21 બોલ બાકી રહેતા જ 200 રનનું લક્ષ્ય હાંસલ કરી લીધુ. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, તે બોલર્સને પોતાના ઇશારાઓ પર નચાવી રહ્યો હતો. જ્યારે તે આ પ્રકારે બેટિંગ કરે છે તો તમને ગલી ક્રિકેટની યાદ અપાવે છે. સતત અભ્યાસ અને અથાગ મહેનતથી તેની ગેમમાં ઘણો નિખાર આવી ગયો છે.

સુનીલ ગાવસ્કેર કહ્યું હતું કે, બેટની ગ્રિપ પર તેનો નીચે રહેતો હાથ ખૂબ જ મજબૂત છે અને તે તેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે. RCB વિરુદ્ધ તેણે પહેલા લોગ ઓન અને લોગ ઓફ પર શોટ માર્યા અને પછી મેદાનની ચારેબાજુએ શોટ માર્યા.

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે, સૂર્યકુમારની શાનદાર બેટિંગથી બીજા એન્ડ પર ઊભા રહેલા યુવાન બેટ્સમેન નેહલ વઢેરાનો પણ આત્મવિશ્વાસ વધ્યો. નેહલ વઢેરાએ 34 બોલ પર નોટઆઉટ રહેતા 52 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. આ તેની આ સત્રમાં બીજી હાફ સેન્ચ્યુરી છે. સૂર્યકુમાર યાદવ અને નેહલ વઢેરાએ 140 રનની શાનદાર ભાગીદારી કરીને મુંબઈની સરળ જીતને સુનિશ્ચિત કરી દીધી હતી.

સુનીલ ગાવસ્કેર વધુમાં કહ્યું હતું કે, જ્યારે તમે સૂર્યકુમાર યાદવ સાથે બેટિંગ કરી રહ્યા હો તો ત્યારે તમારું પણ મનોબળ વધે છે. પરંતુ, નેહલ વઢેરાની ઇનિંગની વિશેષતા એ રહી કે તેણે સૂર્યકુમારની જેમ શૉટ રમવાનો પ્રયત્ન ના કર્યો અને તેણે પોતાની જ ગેમ બતાવી. તેની સૌથી સારી વાત એ રહી કે, તેણે સારી રીતે સંતુલન જાળવી રાખ્યું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.