પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યા બાદ અક્ષર પટેલે જણાવ્યું સફળતાનું રહસ્ય
ભારત વર્સિસ શ્રીલંકા સીરિઝમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમણે પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે. તેમણે ત્રણેય મેચોમાં જ પોતાના બેટથી મહત્ત્વનું યોગદાન આપ્યું. તેના ચોગ્ગા-છગ્ગાને જોઇને ફેન્સ ખૂબ ખુશ થયા. તેના આ ધમાકેદાર પ્રદર્શનના કારણે તેને સીરિઝ સમાપ્ત થયા બાદ તેને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એ આપ્યો હતો. આ એવોર્ડ જીત્યા બાદ તેણે પોતાના પ્રદર્શનનું ક્રેડિટ ભારતીય ટીમના કેપ્ટનને આપી.
તેણે કહ્યું કે, મને ખુશી છે કે બેટથી પણ ટીમ માટે યોગદાન આપી શક્યો. આ સીરિઝ માટે કંઇ અલગ કર્યું નથી, બસ કેપ્ટને મને ડગઆઉટમાં ખૂબ આત્મવિશ્વાસ આપ્યો. તે મને ખૂલીને રમવા કહે છે. તેણે મને હંમેશાં કહ્યું કે, તેનો સપોર્ટ મારી સાથે છે. અમે ટીમ મીટિંગ દરમિયાન ઘણી યોજનાઓ બનાવીએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક વસ્તુઓ ખોટી થઇ જાય છે અને હું માત્ર પોતાની યોજનાઓને યોગ્ય રીતે કરવા પર ધ્યાન આપું છું. ઉલ્લેખનીય છે કે, ભારત વર્સિસ શ્રીલંકા સીરિઝમાં અક્ષર પટેલે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા.
જો કે તે બૉલથી કંઇ ખાસ ન કરી શક્યો. તેણે સીરિઝની 3 મેચમાં ખૂબ રન લૂંટાવ્યા. 28 વર્ષીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે આ સીરિઝમાં કુલ 117 રન બનાવ્યા. એ સિવાય તેણે 3 વિકેટ પણ લીધી. તો ત્રીજી T20 મેચમાં તેણે માત્ર 9 બૉલમાં 233.33ની શાનદાર સ્ટ્રાઇક રેટથી 21 રનની નોટઆઉટ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની સાથે જ તેણે કુસાલ મેન્ડિસને આઉટ કરીને ભારતીય ટીમને મહત્ત્વની વિકેટ અપાવી. મેચની વાત કરીએ તો આ મેચ જીતીને ભારતીય ટીમે 2-1થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે.
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવ 112, શુભમન ગિલ 46, રાહુલ ત્રિપાઠી 35 અને અક્ષર પટેલ 21 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી બોલિંગ કરતા મદૂશંકાને 2 જ્યારે રજિથા, કરુણારત્ને અને હસરંગાને 1-1 વિકેટ મળી. 229 રન રનનો ટારગેટ હાંસલ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ 16.4 ઓવરમાં 137 રન બનાવીને જ ઓલઆઉટ થઇ ગઇ. ભારત તરફથી બોલિંગ કરતા અર્શદીપ સિંહે 3, હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલને 2-2 વિકેટ મળી, જ્યારે અક્ષર પટેલને 1 વિકેટ મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp