ભારતીય ટીમ સાથે અન્યાય, ગિલના કેચ આઉટ પર રોહિત ગુસ્સે ભરાયો, ભજ્જીએ..

PC: twitter.com/ShubmanGill

હાલમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં છે અને ઓસ્ટ્રેલિયા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ મેચ રમી રહી છે. લંડનના ધ ઓવલ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયયનશીપનો આજે અંતિમ દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ શનિવારે ભારતીય ટીમ સામે 444 રનનું લક્ષ્ય રાખ્યું હતું. પહેલી ઇનિંગમાં 13 રન બનાવનારો શુભમન ગિલ ટકતો નજરે પડી રહ્યો હતો, પરંતુ 18 રનના અંગત સ્કોર પર આઉટ થઈને પોવેલિયન જતું રહેવું પડ્યું.

શુભમન ગિલને સ્કોટ બોલેન્ડે આઠમી ઓવરમાં કેમરન ગ્રીનના હાથે કેચ કરાવ્યો. જો કે, ગિલને કેચ આઉટ આપવા પર વિવાદ થઈ ગયો છે. રોહિત શર્માએ પણ શુભમન ગિલ આઉટ થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તો ભારતીય ફેન્સ સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે ફાઇનલમાં ભારતીય ટીમ સાથે અન્યાય થયો છે. ઉલ્લેખનીય છે કે શુભમન ગિલને બીજી ઇનિંગની 8મી ઓવરનો પહેલો બૉલ ગુડ લેન્થ મળ્યો જે ઓફ સ્ટમ્પના નજીકની લાઇનમાં આવ્યો.

એવામાં શુભમન ગિલ શૉટ રમવામાં થોડો ખચકાયો અને બેટ લાગી ગઈ. બેટનો કિનારો લાગી બૉલ ગલીમાં જતો રહ્યો, જ્યાં કેમરન ગ્રીન ઊભો હતો. કેમરન ગ્રીને ડાબી તરફ નમીને બૉલ પકડ્યો અને સેલિબ્રેશન મનાવવા માગ્યા. ત્યારબાદ થર્ડ અમ્પાયરે કેચ ચેક કરવાનો નિર્ણય લીધો અને ઘણી વખત રિપ્લે જોયું. રિપ્લેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું હતું કે તે ક્લીન કેચ નહોતો. એક એંગલથી એવું પણ લાગ્યું કે બૉલ જમીનને અડકી ગયો છે. જો કે, જ્યારે બિગ સ્ક્રીન પર અમ્પાયરનો નિર્ણય આવ્યો તો શુભમન ગિલને આઉટ આપી દેવામાં આવ્યો.

થર્ડ અમ્પાયરના નિર્ણયથી શુભમન ગિલ તો નિરાશ હતો જ રોહિત શર્મા પણ ગુસ્સામાં નજરે પડ્યો. તેમણે ફિલ્ડ અમ્પાયર પાસે જઈને વાત કરી, પરંતુ કોઈ ફાયદો ન થયો. બીજી તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં કમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહે ઍમ્પયારનો ક્લાસ લઈ લીધો. હરભજન સિંહે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, અમ્પાયર થોડો સમય લેતા અને ઝુમ ઇન કરીને ચેક કરી શકતા હતા. લાગી રહ્યું છે કે બૉલ મેદાન પર ટચ થયો છે. ટેક્નોલોજી છે અને તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ટેક્નોલોજી એટલે છે કે ભૂલ ન થાય. અમ્પાયરે વધુ સમય લઈને ચેક કરવું જોઈતું હતું. તેમણે નિર્ણય લેવામાં ઉતાવળ કરવી જોઈતી નહોતી. મારા હિસાબે નિર્ણય ખોટો છે.

મેચની વાત કરીએ તો ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 270/8ના સ્કોર પર દાવ ડિક્લેર કરી દીધો હતો. બીજા સેશનમાં ભારતીય ટેએમ બેટિંગ માટે ઉતરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પહેલી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી. શુભમન ગિલે 19 બૉલની પોતાની ઇનિંગમાં 2 ફોર લગાવ્યા. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ઇનિંગમાં 469 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 296 રન પર જ સમેટાઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી, જેના કારણે ભારતીય ટીમને મોટું લક્ષ્ય મળ્યું છે. આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો અંતિમ દિવસ છે અને ભારતીય ટીમને જીત માટે 280 રનની જરૂરિયાત છે જ્યારે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટ લેવાની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp