મેક્સવેલે જણાવ્યું કે, આ આઈડિયાએ તેને હારેલી બાજી જીતાડી દીધી
મંગળવારે રાતે મોટા ટાર્ગેટનો પીછો કરતા ગ્લેન મેક્સવેલે એવી તોફાની ઈનિંગ રમી કે ક્રિકેટ ઈતિહાસમાં તેણે પોતાનું નામ નોંધાવી દીધું. અફઘાનિસ્તાન સામેની મેચમાં મેક્સવેલે છગ્ગો મારતો ન માત્ર પોતાની ડબલ સેન્ચ્યુરી પૂરી કરી બલ્કે એક ઐતિહાસિક જીતની સાથે ઓસ્ટ્રેલિયાને સેમીફાઇનલમાં પહોંચાડી દીધું.
91/7 પછી મેક્સવેલે કેવી પ્લાનિંગ કરી
ગ્લેન મેક્સવેલે મેચ પછી અમુક વાતોનો ઉલ્લેખ કર્યો. કહ્યું કે જ્યારે તેમની ટીમ 7 વિકેટ પર 92 રને શરમજનક હારની કગારે હતી, તો તેની પાસે સકારાત્મક બની રહેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો. મેક્સવેલે કહ્યું કે, મારા માટે વધારે યોજનાઓ નહોતી. કોશિશ હહતી કે જેટલું સંભવ બને એટલો પોઝિટિવ અપ્રોચ રાખી બેટિંગ કરું. જો હું ડિફેંસિવ બની બેટિંગ કરતે તો વિકેટ ગુમાવી દેતે. મેં શોટ્સ રમવા પર ધ્યાન આપ્યું. જે DRS કોલ પર હું બચ્યો, તેમાં આરામ કરવા અને જવાબી હુમલો કરવામાં પણ મદદ મળી. તે બોલે મને બાઉંસનો ખરો અંદાજ આપ્યો અને હું પહેલા કરતા વધારે એલર્ટ થઇ ગયો.
મેક્સવેલે કહ્યું કે, તે પહેલાથી જ માઇન્ડ સેટ કરીને આવ્યો હતો કે તેણે લાંબા સમય સુધી ક્રીઝ પર રહેવાનું છે. જ્યારે આજે હું ફીલ્ડિંગ કરી રહ્યો હતો તો તે સમયે ગરમી ઘણી હતી. જેને લીધે વધારે કસરત ન કરી શક્યો અને પગમાં કોઇ મૂવમેંટ થાય. માટે હું ઈચ્છતો હતો કે આજે બેટિંગ પ્લાનમાં વધારે ફોકસ કરી શકું અને વધારે સમય ક્રીઝ પર રહી શકું. અફઘાનિસ્તાને સારી બોલિંગ કરી. જે હેરાનીની વાત છે.
જીવનદાન મળવા પર શું બોલ્યો મેક્સવેલ
મેક્સવેલ 27 રન પર LBWના નિર્ણયથી બચી ગયો અને 33 રન પર કેચ પણ છૂટ્યો. ત્યાર પછી અફઘાનિસ્તાનના બોલરોને મેક્સવેલે કોઇ તક આપી નહીં. આ મેચમાં ગ્લેન મેક્સવેલના 4 કેચ છૂટ્યા. શરૂઆતમાં મેક્સવેલ ટીકાકારોના નિશાના પર હતો. ભારત અને સાઉથ આફ્રિકા સામે પહેલા શરૂઆતી બે મેચોમાં હાર મળ્યા પછી કંગારૂ ટીમે તેને સાઇડલાઇન કર્યો હતો. મેક્સવેલે મેચ દરમિયાન માંસપેશીઓમાં આવેલી ખેંચને લઇ કહ્યું કે, વધારે ગરમી અને મેચ પહેલા વોર્મ અપ ન કરવાને લીધે આવું થયું. આજે ફીલ્ડિંગ કરતા સમયે ગરમી હતી. ગરમીમાં મેં વધારે વોર્મઅપ કર્યું નહીં. માટે મારી હાલત ખરાબ થઇ ગઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp