આફ્રિદીનો લવારો- ભારત જાઓ વર્લ્ડ કપ જીતો,એ BCCIના મોંઢા પર તમાચો હશે

PC: hindustantimes.com

પાકિસ્તાન ક્રિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદી આફ્રિદીએ ફરી લવારો કર્યો છે,આફ્રિદીએ પાકિસ્તાન ક્રિક્રેટ ટીમને ઉદ્દેશીને કહ્યું કે,ભારત જાઓ,વર્લ્ડકપ જીતો,એ BCCIના મોંઢા પર તમાચો મારવા જેવું હશે.

વિશ્વ ક્રિકેટમાં આ સમયે ભારત અને પાકિસ્તાન બોર્ડ વચ્ચે સતત નિવેદનનો તબક્કો ચાલી રહ્યો છે. બંને બોર્ડ એશિયા કપની યજમાનીને લઈને આમને સામને છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પહેલાથી જ પાકિસ્તાનમાં એશિયા કપ યોજાય તો ત્યાં પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો છે.હવે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ BCCI પર નિશાન સાધ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયા કપના આયોજન માટે હાઇબ્રિડ મોડલ પણ રજૂ કર્યું હતું. પરંતુ એકંદરે તેને નિરાશાનો સામનો કરવો પડ્યો. હવે શાહિદ આફ્રિદીએ PCB અધ્યક્ષ નજમ સેઠીના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવા જવું જોઈએ અને જીતીને પરત ફરવું જોઈએ. તે BCCIના મોઢા પર તમાચો મારવા જેવું હશે.

શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ટીવી ચેનલ સમા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નજન શેઠીએ એ વાત સમજવી જોઇએ કે PCB ચેરમેનની ખુરશીનું મહત્ત્વ કેટલું છે અને તેમની જવાબદારી શી છે. તેમણે પોતાના નિવેદનોને વારંવાર બદલવાથી બચવું જોઇએ. તેમણે એશિયા કપના આયોજનને લઇને બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાની જરૂરત નથી.

પાકિસ્તાની ક્રિક્રેટર શાહીદી આફ્રિદીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યુ કે પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડના ચેરમેન એવી વ્યકિતને બનાવવા જોઇએ જેઓ પોતાનું નિવેદન વારંવાર ન બદલે.તેમનું મુદ્દા પર સ્પષ્ટ વલણ હોવું જોઇએ. હવે વન-ડે વર્લ્ડકપને લઇને ભારતમાં આપણી ટીમ ન મોકલવી એ સમજ બહારની વાત છે. જો ક્રિક્રેટ રમાઇ રહી હોય તો આપણે આપણી ટીમ મોકલવી જ જોઇએ.ભારતમાં હોય કે ગમે ત્યાં હોય પાકિસ્તાન ક્રિક્રેટને મોકલવી જોઇએ. તમારે ત્યાં જઇને ટ્રોફી જીતીને પાછા આવવાનું છે એનાથી બીજી કોઇ મોટી વાત ન હોય શકે. આ એક રીતે તેમના મોંઢા પર તમાચો મારવા જેવી વાત હશે એમ આફ્રિદીએ કહ્યું હતું.

પૂર્વ પાકિસ્તાન ક્રિક્રેટ ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપ માટે પાકિસ્તાની ક્રિક્રેટ ટીમને મંજૂરી આપવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp