સેહવાગનો ચોંકાવનારો ખુલાસો, બોલ્યો-કોહલીના કારણે હું આ રેકોર્ડ ન બનાવી શક્યો
ભારતીય ટીમના પૂર્વ ઑપનર બેટ્સમેન વિરેન્દર સેહવાગે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, એક વખત વિરાટ કોહલીના કેચ ડ્રોપ કરવાના કારણે તે બોલિંગમાં એક મહત્ત્વનો રેકોર્ડ બનાવી શક્યો નહોતો અને એ સમયે તેને વિરાટ કોહલી ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હતો. વિરેન્દર સેહવાગે પોતાના ક્રિકેટ કરિયરમાં ઘણા બધા રન બનાવ્યા છે. તે પોતાના જમાનાનો વિસ્ફોટક બેટ્સમેન હતો અને પહેલા જ બૉલથી બોલરો પર આક્રમણ કરવા માટે જાણીતો હતો.
તેણે પોતાના ક્રિકેટ કરિયરમાં ખૂબ શાનદાર વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે. પાકિસ્તાન વિરુદ્ધ મુલ્તાનમાં તેની ત્રિપલ સેન્ચુરીને ભલું કોણ ભૂલી શકે છે, જ્યારે તેણે પાકિસ્તાની બોલરોને ધોઇ નાખ્યા હતા. વિરેન્દર સેહવાગની અંદર સૌથી મોટી વિશેષતા એ હતી કે તે આઉટ થતા બિલકુલ ડરતો નહોતો અને સતત ફોર અને સિક્સ લગાવવામાં વિશ્વાસ રાખતો હતો. આ કારણે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ ઘણી મોટી ઇનિંગ્સ રમી છે. એ સિવાય વિરેન્દર સેહવાગ બોલિંગ પણ સારી રીતે કરતો હતો.
તેણે એક યુટ્યુબ ચેનલ સાથે વાતચીત કરવા દરમિયાન તેણે કહ્યું કે, મને જાદુ બાબતે ખબર નથી, પરંતુ પોતાની બોલિંગથી મેં દુનિયાના ઘણા શાનદાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રિકી પોન્ટિંગ, મેથ્યૂ હેડન, માઇકલ હસી, કુમાર સંગાકારા, મહેલા જયવર્ધને, તિલકરત્ને દિલશાન અને બ્રાયન લારા સહિત ઘણા ટોપ બેટ્સમેન હતા. એક વખત મેં એડમ ગિલક્રિસ્ટને પર્થમાં આઉટ કર્યા હતા. વિરેન્દર સેહવાગે આગળ કહ્યું કે, એક વખત વિરાટ કોહલીએ મારા બૉલ પર મિડવિકેટ પર સરળ કેસ ડ્રોપ કરી દીધો હતો અને તેનાથી મને ખૂબ દુઃખ થયું હતું.
સેહવાગે કહ્યું કે, હું કદાચ બોલિંગના કેટલાક મોટા આંકડા પર પહોંચવાનો હતો, પરંતુ વિરાટ કોહલીએ કેચ ડ્રોપ કરી દીધો. હું એ સમયે ખૂબ નારાજ થયો હતો. કદાચ એટલો નારાજ હું ત્યારે ન થયો, જ્યારે મેં પોતાની પહેલી ત્રિપલ સેન્ચુરી મિસ કરી દીધી હતી. જો વિરેન્દર સેહવાગના ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 104 ટેસ્ટ, 251 વન-ડે અને 19 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ક્રમશઃ 8586, 8273 અને 394 રન બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp