WTC ફાઇનલ બાદ હેડ કોચ દ્રવિડ માટે આ છે સૌથી મોટો પડકાર

PC: hindustantimes.com

રાહુલ દ્રવિડ ICC T20 વર્લ્ડ કપથી ભારતીય ટીમના હેડ કોચ છે. જો કે તેમના આવ્યા બાદ પણ ભારતીય ટીમ અત્યાર સુધી ICC ટ્રોફીનું સૂકું સમાપ્ત કરી શકી નથી. આ જ કારણ છે કે હવે રાહુલ દ્રવિડ ઉપર ભારતને વન-ડે વર્લ્ડ કપ 2023માં વિજેતા બનાવવાનો મોટો દબાવ છે. આમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આશા રાખશે કે રાહુલ દ્રવિડની દેખરેખમાં ભારતીય ટીમ ફરીથી વન-ડે વર્લ્ડ કપ વિનર બને. હાલમાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) 2023ની ટ્રોફી ગુમાવી દીધી છે અને છેલ્લા 10 વર્ષથી ICC ટ્રોફી જીતવાનું ભારતનું સપનું અધૂરું રહી ગયું.

રાહુલ દ્રવિડના રહેતા પણ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયન ટીમે હરાવી દીધી હતી, જે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ વિજેતા બની હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયન ટીમે 209 રનથી હરાવી દીધી હતી. ત્યારબાદ હવે દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ માટે સૌથી મોટો પડકાર શું છે તેની બાબતે જણાવ્યું છે. તો તેમણે BCCIને એ વાતનો આગ્રહ કર્યો કે, રાહુલ દ્રવિડને ભારતીય ટીમના પુનર્નિર્માણ માટે પણ ઉચિત અવસર આપવામાં આવે.

ગ્રીમ સ્મિથે એક અંગ્રેજી અખબારને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જ્યારે ભારતીય, ભારતીય ક્રિકેટમાં લીડરશિપ રોલમાં હોય છે આશા કઈક એવી હોય છે અને તેની સાથે તમારે તાલમેળ બેસાડવાનો હોય છે. આ ટીમમાં ઘણા ક્વાલિટી ખેલાડી છે અને ભારત એક સમયમાં 2 કે 3 ટીમ બનાવી શકે છે. એક લીડરના રૂપમાં ભારતમાં સૌથી મોટો પડકાર ટીમને બેલેન્સ કરવાનો છે. સાથે જ શેડ્યૂલને પણ બેલેન્સ કરવાનો સૌથી મોટો પડકાર છે અને એ પણ અલગ-અલગ ફોર્મેટમાં. આ કેટલાક એવા મોટા નિર્ણય છે જે રાહુલ અને તેમની સિલેક્શન ટીમ સામે  આવવાના છે.

તેમણે આગળ કહ્યું કે, રાહુલ દ્રવિડ માટે મોટો પડકાર હશે કે તેમની ટીમ કયા પ્રકારની હશે અને એ પોતાની ટીમને કઈ રીતે આગળ વધારે છે. તેઓ એક ક્વાલિટી મેન છે અને ક્વાલિટી પરફોર્મર છે અને એક કોચના રૂપમાં તેમણે તેને સાબિત પણ કર્યું છે. એટલે તમારે તેમને ભારતીય ટીમને રીબિલ્ડ કરવા માટે ઉચિત અવસર આપવા પડશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ હવે જુલાઈમાં વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર જશે, જ્યાં તેણે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 T20 મેચોની સીરિઝ રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp