હરમનના તોફાનમાં ઉડી ગુજરાતની ટીમ, મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ

PC: hindi.news18.com

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2023 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નું વિસ્ફોટક પ્રદર્શન ચાલુ છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી આ ટીમે અત્યાર સુધી રમાયેલી તેની તમામ 5 મેચ જીતી છે અને મુંબઈ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મંગળવારે તેની પાંચમી મેચમાં મુંબઈની ટીમે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું.

આ મેચમાં મુંબઈની કેપ્ટન હરમનપ્રીતે જોરદાર બેટિંગ કરી હતી. તેની તોફાની ફિફ્ટીમાં ગુજરાતની આખી ટીમ ઉડી ગઈ હતી. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે 8 વિકેટે 162 રન બનાવ્યા હતા.

મુંબઈની ટીમ માટે કેપ્ટન હરમનપ્રીતે 30 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ બેટ્સમેનોમાં સૌથી વધુ 170નો રહ્યો હતો. હરમન ઉપરાંત યસ્તિકા ભાટિયાએ 44 અને નેટ-સિવર બ્રન્ટે 36 રન બનાવ્યા હતા. બોલર એશ્લે ગાર્ડનરે 3 વિકેટ લીધી હતી.

163 રનના ટાર્ગેટના જવાબમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 107 રન જ બનાવી શકી હતી. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 55 રને જીતી લીધી હતી. ગુજરાતની ટીમ તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્નેહ રાણાએ 20 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈપણ ખેલાડી 20ના આંકડાને સ્પર્શી શકી ન હતી.

આ અગાઉ ગુજરાત સામેની મેચમાં પણ હરમનપ્રીતની આગ જરતી બેટિંગ જોવા મળી હતી. તેણે મેચમાં 30 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ગુજરાતની આખી ટીમ ફક્ત 64 રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે ગુજરાતની ટીમ હરમનના સ્કોરની બરાબરી પણ કરી શકી ન હતી. આ અરસામાં ગુજરાતની ટીમ પણ હરમન સામે હારી ગઈ હતી.

નેટ સિવર-બ્રન્ટ અને હીલી મેથ્યુસની બોલિંગમાં પણ કરામત જોવા મળી હતી. આ બંને બોલરોએ 3-3 વિકેટ પોતાના નામે કરી સમગ્ર ગુજરાતની ટીમને ઘૂંટણિયે પાડી દીધી હતી. આમ એમેલિયા કેરે પણ 2 ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા હતા.

પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં તેની પાંચેય મેચ જીતીને 10 પોઈન્ટ સાથે ટોપ પર છે. ટીમના ગ્રુપ સ્ટેજમાં હજુ ત્રણ મેચ બાકી છે. આ પછી દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબરે અને UP વોરિયર્સ 4 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ગુજરાતની ટીમ તેની 5 મેચમાંથી માત્ર એક જ જીતી શકી છે. જ્યારે પાંચમા અને છેલ્લા નંબર પર રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અત્યાર સુધીની તમામ 5 મેચ હારી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp