દ્રવિડ-ધોની નહીં, હાર્દિકે આ ખેલાડીને આપ્યું કેપ્ટન્સીમાં સફળતાનું ક્રેડિટ

PC: BCCI

શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝ જીતાડનાર કેપ્ટન હાર્દિક પંડ્યાના ભરપેટ વખાણ કરવામાં આવી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2022માં મળેલી હાર બાદ આ ફોર્મેટમાં બદલાવની વાત થઇ રહી છે અને હવે ટ્રાન્ઝિશન તરફ જોવામાં આવી રહ્યું છે. હાર્દિક પંડ્યાએ ઘર આંગણે પહેલી વખત સીરિઝ જીતી છે. તેણે આ દરમિયાન પોતાની કેપ્ટન્સી પર પણ વાત કરી હતી. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ (GT)ના કોચ અને પૂર્વ ક્રિકેટર આશિષ નેહરાને તેની લીડરશિપમાં ખૂબ સુધાર કર્યો છે.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ગુજરાત ટાઇટન્સમાં કોચ આશિષ નેહરાએ મારા જીવનમાં ખૂબ બદલાવ કર્યા. અમે બંને ક્રિકેટ બાબતે એક જેવું વિચારીએ છીએ. હું તેમની સાથે હતો એટલે મારી કેપ્ટન્સીમાં ખૂબ મદદ મળી. હું વસ્તુઓને સમજી રહ્યો હતો અને મને બેકઅપની જરૂરિયાત હતી. આશિષ નેહરાએ મને એ જ આપ્યું. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2021 બાદ હાર્દિક પંડ્યા લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં તેણે વાપસી કરી અને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બન્યો.

કમાલ તો ત્યારે થઇ, જ્યારે તેણે પોતાની ટીમને IPL ટ્રોફી જીતાડી દીધી. ત્યારબાદ જ તે શાનદાર ફોર્મમાં છે અને તેને ભારતના T20 કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, તેણે ક્યારેય જુનિયર ક્રિકેટમાં પણ કેપ્ટન્સી કરી નહોતી. મેં અંડર-16માં બસ એક વખત બરોડાની કેપ્ટન્સી કરી હતી, પરંતુ ત્યારે મને કહેવામાં આવ્યું કે, હું ક્રિકેટ પર ધ્યાન આપું. ત્યારબાદ પહેલી વખત હું ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બન્યો હતો. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમે પહેલા આયરલેન્ડમાં સીરિઝ જીતી હતી, હવે શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝ 2-1થી જીતી છે.

માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યાને T20માં ભારતીય ટીમનો પરમનેન્ટ કેપ્ટન બનાવી શકાય છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝથી તેની શરૂઆત થઇ શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ આ મહિને ભારતના પર આવી રહી છે અને તે અહીં 3 મેચોની વન-ડે અને એટલી જ મેચોની T20 સીરિઝ રમવાની છે. ટોમ લાથમની કેપટન્સીમાં ન્યૂઝીલેન્ડ ભારત વિરુદ્ધ ક્રમશઃ 18, 21 અને 24 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ, રાયપુર અને ઇન્દોરમાં વન-ડે સીરિઝની રમશે. ત્યારબાદ ભારતમાં ક્રમશઃ રાંચી, લખનૌ અને અમદાવાદમાં 27, 29 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ 3 મેચોની T20 સીરિઝ પણ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp