હદ થઇ ગઈ,જે ખુદ અપમાનિત થઈને ટીમની બહાર નીકળ્યો તે હવે રોહિત શર્માને સલાહ આપે છે

PC: sky247.net

માણસના દિવસો જ્યારે સારા ન ચાલી રહ્યા હોય, તો પછી જે કદાચ એટલા સક્ષમ નથી હોતા તેઓ પણ સલાહ આપવાનું શરૂ કરી દે છે. હવે તમે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલને જ લો. તેણે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને એક અજીબ સલાહ આપી છે, જે દરેક બાબતમાં તેના કરતા સારી પોઝિશન પર છે. હકીકતમાં, ભારતે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું છે, BCCIએ આ સપ્તાહની શરૂઆતમાં ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમોની જાહેરાત કરી દીધી હતી.

રોહિત શર્મા બંને ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે અજિંક્ય રહાણે અને હાર્દિક પંડ્યા અનુક્રમે ટેસ્ટ અને વનડેમાં તેના વાઇસ કેપ્ટન હશે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં બેટ સાથે ખરાબ પ્રદર્શન પછી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમનું વિશ્લેષણ કરતી વખતે પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર કામરાન અકમલે એક મોટું નિવેદન આપ્યું છે.

કામરાન અકમલે કહ્યું કે, ભારતના સુકાની રોહિત શર્માએ ભારતના ટેસ્ટ સુકાની તરીકે તેના ટૂંકા કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેણે તેના પુરોગામી વિરાટ કોહલીની જેમ મેદાન પર થોડી વધુ સત્તા બતાવવાની જરૂર છે. તેણે કહ્યું, આ એક સંતુલિત ટીમ છે. ભારતીય ટીમને સારી શરૂઆતની જરૂર છે. હું ઈચ્છું છું કે રોહિત શર્મા એક સુકાની તરીકે વધુ સારું પ્રદર્શન કરે.

સલાહ આપતા તેણે કહ્યું, મેદાન પર તમારી હાજરી બતાવો, જેવી રીતે વિરાટ કોહલી કરતો હતો. તેને તક મળી છે. આ સાથે કામરાને કહ્યું, હંમેશા એક કે બે ખેલાડીઓને લઈને ચર્ચા થતી રહેતી હોય છે. રેકોર્ડ જોઈને મારા મગજમાં જે એક ખેલાડી આવે છે તે છે સરફરાઝ ખાન. તેના માટે રમવું શક્ય નહોતું, પરંતુ તેણે ટીમ સાથે પ્રવાસ કરવો જોઈતો હતો. તમે તેમને તક આપી શક્યા હોત.

અત્રે ઉલ્લેખનીય છે કે, કામરાન અકમલ પાકિસ્તાનના તે ખેલાડીઓમાંથી એક છે, જેમને એક રીતે અપમાનિત કરીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી તે ટીમમાં પ્રવેશ માટે કતારમાં ઉભો રહ્યો, પરંતુ PCBએ તેની તરફ જોયું પણ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp