કૈફે નેટવેસ્ટ ટ્રોફીનો કિસ્સોઃ કૈફ તું શું કરી રહ્યો છે? સ્કોરબોર્ડ જો

PC: khabarchhe.com

પૂર્વ ભારતીય ખેલાડી અને વર્ષ 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ મેચમાં મળેલી જીતના નાયક મોહમ્મદ કૈફે ઐતિહાસિક મેચને યાદ કરી હતી. આ મેચ ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સમાં રમાઈ હતી, જેમાં ભારતે ખૂબ જ રોમાન્ચક જીત હાંસલ કરી હતી. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 325 રનોનો સ્કોર બનાવ્યો હતો. 25 ઓવર સમાપ્ત થવા અગાઉ જ ભારતની અડધી ટીમ 146 રન બનાવીને પોવેલિયન ફરી ચૂકી હતી અને લાગી રહ્યું હતું કે, ટીમ મેચ હારી જશે.

પરંતુ ત્યારબાદ યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે પોતાની ઇનિંગથી આખી મેચનું પાસું જ પલટી દીધું હતું. પાંચમી વિકેટ માટે બંને બેટ્સમેનો વચ્ચે 121 રનોની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી, જેમાં યુવરાજ સિંહના 66 રન સામેલ હતા. તો મોહમ્મદ કૈફ અંત સુધી ટકી રહ્યો અને ભારતને સૌથી યાદગાર વન-ડેની જીત અપાવી. મોહમ્મદ કૈફે નોટઆઉટ 87 રનની ઇનિંગ રમી હતી અને 2 વિકેટ બાકી રહેતા ભારતીય ટીમને ટારગેટ સુધી પહોંચાડી દીધી હતી.

આ મેચમાં હરભજન સિંહ (15 રન)એ પણ બેટિંગમાં મોહમ્મદ કૈફનો સાથ આપ્યો હતો અને બંનેએ 47 રનની પાર્ટનરશિપ કરી હતી. જીતની 20મી વર્ષગાંઠ પર એક સ્પોર્ટ્સ વેબસાઇટની યુટ્યુબ ચેનલ પર હરભજન સિંહ સાથે વાત કરતા, મોહમ્મદ કૈફે હરભજન સાથે પોતાની એક વાતચીતનો ઉલ્લેખ કર્યો. મોહમ્મદ કૈફે કહ્યું કે, ‘મને યાદ છે કે આપણે 47 રનોની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી. એ પાર્ટનરશિપ દરમિયાન મેં કોલિંગવુડના બૉલને હિટ કર્યો જે લગભગ થર્ડ મેન સુધી પહોંચી ગયો હતો, અમે સિંગલ રન લીધો.

તેણે કહ્યું કે, પછી તું મારી પાસે આવ્યો અને કહ્યું કૈફ તું શું કરી રહ્યો છે? સ્કોરબોર્ડ જો. એ લગભગ પ્રતિ બૉલ અને રન છે. સ્માર્ટ રીતે રમ. તેણે મને વાસ્તવમાં શાંત કરી દીધો અને મેં સિંગલ્સ અને વચ્ચે બાઉન્ડ્રી લગાવીને સ્કોરબોર્ડને ચલાવી રાખ્યો. જોકે ત્યારબાદ મોહમ્મદ કૈફ હસી પડ્યો કેમ કે, તેને યાદ આવ્યું કે હરભજન પોતે એક મોટો શૉટ લગાવવાના ચક્કરમાં આઉટ થઈ ગયો હતો. પણ તે શું કર્યું? તે મને સ્માર્ટ રમવા કહ્યું અને પછી પોતે એક હાથે સિક્સ મારી! પછી તે પાછળ હટવાનો પ્રયત્ન કર્યો અને એક ફોર માર્યો અને તું ક્લીન બોલ્ડ થઈ ગયો. તો મેં પોતાની જાતને કહ્યું, વાહ વાહ પોતે મને ચલાકીથી રમવા કહી રહ્યો હતો અને હવે પોતે જ આઉટ થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp