PCBના પૂર્વ પ્રમુખ પર હરભજન ભડક્યો, બોલ્યો- ભારત ક્યારેય કોઇને પણ...

PC: englishtribuneimages.blob.core.windows.net

એશિયા કપ 2023નું આયોજન સ્થળ હજુ પણ વિવાદનો મુદ્દો બન્યું છે. શરૂમાં એશિયા કપનું આયોજન સંપૂર્ણ રીતે પાકિસ્તાનમાં થવાનું હતું. પણ પછી BCCI સચિવ જય શાહના નેજામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલે હાઈબ્રિડ મોડલ પર તેનું આયોજન કરવાનો નિર્ણય લીધો. ચાર મેચોને છોડીને બાકીની બધી મેચો શ્રીલંકામાં રમાઇ રહી છે. જોકે શ્રીલંકામાં વરસાદને કારણે મેચો થઇ રહી નથી. પલ્લેકેલેમાં ભારત અને પાકિસ્તાનની પહેલી મેચ વરસાદમાં ધોવાઇ ગઇ હતી.

ત્યાર બાદ, PCBના પૂર્વ પ્રમુખ નજમ સેઠીએ ટ્વીટ કરી હતી કે, BCCI/ACCએ આજે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કરી કે તેમણે વરસાદના પૂર્વાનુમાનને કારણે ભારત-પાકિસ્તાનની બીજી મેચને કોલંબોથી હટાવીના હંબનટોટામાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. એક કલાકની અંદર તેમણે મન બદલી નાખ્યું અને કોલંબોને આયોજન સ્થળ જાહેર કરી દીધું. આ શું થઇ રહ્યું છે? શું ભારત પાકિસ્તાન સામે રમવા અને હારવાથી ડરી ગયું છે. વરસાદની ભવિષ્યવાણી જુઓ અહી...

BCCIએ પીસીબીને જાણ કરી કે તેમણે વરસાદના પૂર્વાનુમાનને કારણે આવનારી બીજી ભારત અને પાકિસ્તાનની મેચને કોલંબોથી હંબનટોટામાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. એક કલાકની અંદર તેમણે પોતાનું મન બદલી નાખ્યું.

ત્યાર બાદ હરભજન સિંહે સ્પોર્ટ્સ ટુડે પર આ મુદ્દાને લઇ કહ્યું કે, ખબર નહીં નજમ સેઠી આજકાલ શું ફૂંકી રહ્યા છે. મને નથી ખબર કે તે આવું શા માટે કહી રહ્યા છે કે ભારત પાકિસ્તાન સાથે રમવા નથી માગતું. કૃપા કરી તેમને કોઇ આખો રેકોર્ડ દેખાડો, જ્યાં ભારતે જ્યારે પણ પાકિસ્તાન સામે મેચ રમી છે તેમને સૌથી વધારે વાર માત આપી છે. પાકિસ્તાન ક્રિકેટ માટે આ સમયે તેમનું જે કદ છે, તેને જોતા તેમના માટે આ આધારહીન વાત છે.

આગળ ભજ્જી કહે છે કે, પાકિસ્તાન કહે છે કે ભારત તેમની સાથે રમવા નથી માગતું કારણ કે ભારત ડરેલું છે. ભારત ક્યારેય પણ કોઇની સાથે રમવાથી ડરતું નથી. ખબર નહીં આ ક્યાંથી આવી રહ્યા છે. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ સાથે બેસીને જોવું જોઇએ કે ટૂર્નામેન્ટ ક્યાં જઇ રહી છે. વરસાદનું પૂર્વાનુમાન સાચુ હતું કે નહીં. બોસ, આઓ અને જ્યાં ઈચ્છો ત્યાં અમારી સામે રમો. અમે તમને હરાવી દેશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp