શમીના વખાણ કરતા પૂર્વ ક્રિકેટર બોલ્યા-તે પાવરપ્લેમાં જ અડધી મેચ પૂરી કરી દે છે

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ગુજરાત ટાઈટન્સે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. ગત મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવતા ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટની નવમી જીત હાંસલ કરી હતી. આ જીતથી એ પણ સુનિશ્ચિત થઈ ગયું છે કે ગુજરાત ટાઈટન્સની ટીમ ટોપ 2માં ફિનિશ કરશે. ગુજરાત માટે બધા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, પરંતુ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ સામે વિપક્ષી ટીમના બેટ્સમેન વિવશ નજરે પડ્યા. મોહમ્મદ શમી પાવરપ્લેમાં જ વિપક્ષી બેટ્સમેનોને પોવેલિયન મોકલી દે છે અને આ સંદર્ભમાં હરભજન સિંહે મોહમ્મદ શમીની બોલિંગને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે.

ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહે એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, તેણે શરૂઆતમાં જ બેટ્સમેનોને પરેશાન કરવાની શરૂઆત કરી દીધી હતી. પહેલી જ ઓવરમાં મોટા ઝટકા આપ્યા અને ત્યારબાદ રાહુલ ત્રિપાઠીની વિકેટ પણ લીધી, જે મેચના હિસાબે મોટી વિકેટ હતી. ત્યારબાદ કોઈ પણ બેટ્સમેન તેની બોલિંગ સમજવામાં નિષ્ફળ રહ્યો. જ્યારે તે લયમાં રહે છે તો અડધી મેચ પાવરપ્લેમાં જ સમાપ્ત કરી દે છે. દરેક ટીમને તેના જેવો બોલર જોઈતો હોય છે. જે નવા બૉલથી પણ બોલિંગ કરે અને અંતમાં યોર્કર પણ નાખે, મોહમ્મદ શમી આ બધુ પોતાના અનુભવથી કરે છે.

ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 4 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ અનમોલપ્રીત સિંહ, એડેન માર્કરમ અને રાહુલ ત્રિપાઠીની વિકેટ શરૂઆતથી જ લીધી હતી. પાવરપ્લેની અંદર તેણે 3 મોટી વિકેટ લીધી તો અંતમાં આવીને હેનરિક ક્લાસેનની વિકેટ લીધી. મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટમાં પણ સૌથી વધુ વિકેટ લીધી છે. રાશિદ ખાન સાથે સંયુક્ત રૂપે તેની પાસે 23 વિકેટ છે અને તેની પાસે પર્પલ કેપ પણ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલ 101 અને સાઈ સુંદર્શનના 47 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. 189 રનનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 154 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી સૌથી વધુ રણ હેનરિક ક્લાસેને બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp