ધોની કે રોહિત-કોણ છે ખતરનાક? હરભજને આપ્યો કારણસહિત ઉત્તર

PC: cricketaddictor.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી 3 ઓવરમાં દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન છે, પરંતુ રોહિત શર્મા જો કોઈ ગેમમાં શરૂઆતથી અંત સુધી ટકી જાય તો તેનાથી ખતરનાક બેટ્સમેન કોઈ બીજો નથી. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા આ સમયે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પોત પોતાની ટીમ સાથે વ્યસ્ત છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પોઇન્ટ્સ ટેબલમાં સૌથી ઉપર એટલે કે નંબર-1 પર પહોંચી ગઈ છે.

તો મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની આ સીઝનની શરૂઆત ખરાબ તો હતી, પરંતુ હવે તેની ગાડી ટ્રેક પર આવી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખત પોઇન્ટ્સ ટેબલમાં 6 પોઇન્ટ્સ સાથે સાતમા નંબર પર છે. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા હરભજન સિંહે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને બોલિંગ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. હરભજન સિંહનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી 3 ઓવરમાં દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન છે, પરંતુ જો આખી મેચની વાત કરીએ તો રોહિત શર્મા જેટલો ખતરનાક બેટ્સમેન નથી.

હરભજન સિંહે કહ્યું કે, રોહિત શર્માને કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે બોલિંગ કરવું મુશ્કેલ છે. મેં મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ વધારે બોલિંગ કરી નથી કેમ કે જ્યાં સુધી તે બેટિંગ કરવા આવતો હતો, ત્યાં સુધી મોટા ભાગના સમયે મારી સ્પેલ પૂરી થઈ જતી હતી, પરંતુ મેં તેને જેટલી પણ બોલિંગ કરી, તેમાંથી તેને આઉટ પણ કર્યો છે. જો કે, મેચની અંતિમ 3 ઓવરમાં તે સૌથી ખતરનાક બેટ્સમેન હતો, પરંતુ મોટા ભાગે મેચોમાં ત્યાં સુધી મારી ઓવર પૂરી થઈ જતી હતી.

હરભજન સિંહે આગળ કહ્યું કે, રોહિત શર્માને બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. ભારતના પૂર્વ ઓફ સ્પિનર અને મુંબઈ ઇન્ડિયન્સના પુર કેપ્ટન હરભજન સિંહે રોહિત શર્મા બાબતે કહ્યું કે, જો આપણે ઓવરઓલ વાત કરીએ તો રોહિત શર્મા ખૂબ મોટું ઇમ્પેક્ટ નાખે છે. બેટિંગ સ્કિલની વાત કરીએ તો રોહિત શર્મા એક ક્લાસ ખેલાડી છે. જો ગેમને ફિનિશ કરવાની વાત હોય તો મહેન્દ્ર સિંહ ધોની સૌથી ખતરનાક ખેલાડી છે, પરંતુ જો રોહિત શરૂઆતથી લઈને અંત સુધી બેટિંગ કરે તો તેનાથી સારો ખેલાડી કોઈ બીજો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp