ભજ્જીએ બતાવ્યો T20માં રોહિત શર્માનો વિકલ્પ, કેપ્ટન્સી માટે આ નામની કરી ભલામણ

PC: cricinformer.com

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે યશસ્વી જયસ્વાલને T20 ઇન્ટરનેશનલમાં રોહિત શર્માનો વિકલ્પ બતાવ્યો છે. હરભજન સિંહે કહ્યું કે, જો હાલના ફોર્મની તુલના કરીએ તો ઘણા યુવાનોએ ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમાં યશસ્વી જયસ્વાલનું નામ સૌથી આગળ છે. તે T20 ટીમમાં રોહિત શર્માનો વિકલ્પ બની શકે છે અને શુભમન ગિલ સાથે એક શાનદાર ઑપનર સાબિત થઈ શકે છે. હરભજન સિંહે એક ફેન દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા એમ કહ્યું હતું.

તેમણે કહ્યું કે, ‘યશસ્વી જયસ્વાલ ઘણા બધા ખેલાડીઓથી સારો છે. ગયા વર્ષે વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ T20 ફોર્મેટમાં યુવા ટીમ બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. એવામાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રિન્કુને ચાંસ જરૂર મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 ટીમથી બહાર છે અને હાર્દિક પંડ્યા T20 ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે.

એક ઇવેન્ટમાં બોલતા હરભજન સિંહે T20 ટીમમાં યશસ્વી જયસ્વાલને રોહિત શર્માનો વિકલ્પ બતાવવા સાથે જ હાર્દિક પંડ્યાને T20 ટીમનો નિયમિત કેપ્ટન બનાવવાની વાત પણ કહી છે. હરભજન સિંહે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ કેપ્ટન હોવું જોઈએ અને યશસ્વી જયસ્વાલે શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ. આ લોકો ક્ષમતાથી ભરેલા છે. IPL 2023માં યશસ્વી જયસ્વાલ અને રિન્કુ સિંહે પોતાની બેટિંગથી ખૂબ પ્રભાવિત કર્યા છે. રાજસ્થાન રોયલ્સ (RR)ની ઓપનિંગ બેટિંગમાં યશસ્વી જયસ્વાલની બેટિંગ તો આ સીઝન એવી રહી છે કે દરેક દિગ્ગજ તેને ભારતીય ટીમમાં સિલેક્ટ કરવાની માગ કરી રહ્યા છે.

તો રિન્કુએ પણ પોતાની ફિનિશિંગ સ્ટાઇલથી બધાનું મન જીતી લીધું છે. યશસ્વીએ આ સીઝનની 14 મેચોમાં એક સદી અને 5 અડધી સદીની મદદથી 625 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે રાજસ્થાન તરફથી સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ફોર (82) લગાવ્યા છે. તો રિન્કુ સિંહે નીચેના ક્રમમાં રમતા જોરદાર ઇનિંગ રમી છે. એક ઓવરમાં 5 સિક્સ લગાવીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ન જીત અપવાનારી ઇનિંગ સૌથી યાદગાર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp