2 કેપ્ટન હોય શકે તો કોચ કેમ નહિ? ભજ્જીએ જણાવ્યું કોને બનાવવા જોઈએ T20 ટીમના કોચ

PC: sports.ndtv.com

ભારતીય ટીમના પૂર્વ સ્ટાર બોલર હરભજન સિંહનું માનવું છે કે, હવે સમય આવી ગયો છે, જ્યારે ભારતીય ટીમ માટે બે અલગ અલગ ફોર્મેટ માટે અલગ અલગ કોચની વરણી કરવી જોઈએ. હરભજન સિંહના જણાવ્યા મુજબ, ભારતીય ટીમને ફટાફટ ફોર્મેટ એટલે કે T20 ક્રિકેટમાં એક એવા કોચની જરૂરિયાત છે, જે તેને નજીકથી સમજે છે અને અહીં ટીમને નંબર-1 પોઝિશન પર પહોંચાડી શકે. પૂર્વ ક્રિકેટરે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે આઇડિયા એક્સચેન્જ સેશન દરમિયાન વાતચીત કરતા પોતાના વિચાર રાખ્યા હતા.

તેમણે કહ્યું કે, ‘જ્યારે એક ટીમના બે કેપ્ટન હોય શકે છે તો પછી 2 કોચ કેમ નહીં? એક એવા કોચ જેમની પ્લાનિંગ અલગ હોય, જેમ કે ઇંગ્લેન્ડે બ્રેન્ડન મેક્કુલમ સાથે કર્યું. વિરેન્દર સેહવાગ કે આશિષ નેહરા જેવા કોઈક, જેમણે (આશિષ નેહરાએ) ગુજરાત ટાઈટન્સ (GT) અને હાર્દિક પંડ્યા સાથે કામ કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી જીતી. કોઈ એવા વ્યક્તિને કોચ બનાવવા જોઈએ જે T20 ક્રિકેટના કોન્સેપ્ટ અને ડિમાન્ડ સમજતા હોય.

હરભજન સિંહનું માનવું છે કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) T20 ફોર્મેટમાં કોચિંગની જવાબદારી રાહુલ દ્રવિડ સિવાય કોઈ અન્યને સોંપે છે તો એવામાં રાહુલ દ્રવિડ ભારતીય ટીમને વન-ડે (50 ઓવર) અને રેડ બૉલ ક્રિકેટ (ટેસ્ટ ક્રિકેટ)માં નંબર-1 બનાવવા પર ભાર આપશે અને આશિષ નેહરા કે વિરેન્દર સેહવાગ જેવા કોઈ ભારતીય ટીમને T20 ફોર્મેટમાં નંબર-1 બનાવી શકે છે. વિરેન્દર સેહવાગ અને આશિષ નેહરા આ બંને ખેલાડીઓને T20 ફોર્મેટના સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમનું પ્રદર્શન મોટા ટૂર્નામેન્ટમાં કંઈ ખાસ રહ્યું નથી. પહેલા T20 એશિયા કપમાં ભારતીય ટીમનું કંઈ ખાસ પ્રદર્શન રહ્યું નહોતું અને તે લીગ મેચો બાદ જ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ હાલમાં જ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં આયોજિત થયેલા T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ તો થઈ હતી, પરંતુ તેને ઇંગ્લિશ ટીમ વિરુદ્ધ 10 વિકેટે શરમજનક રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ ઘણા સવાલ ઊભા થાય હતા. ફેન અને દિગ્ગજોનું માનવું છે કે, T20 ફોર્મેટમાં કોચ બદલવાની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp