- Sports
- હરભજને આપી BCCIને સલાહ, જો સેહવાગને ચીફ સિલેક્ટર બનાવવા માગો છો તો..
હરભજને આપી BCCIને સલાહ, જો સેહવાગને ચીફ સિલેક્ટર બનાવવા માગો છો તો..
ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહને લાગે છે કે, જો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સિલેક્ટર્સના પદ પર મોટા નામોને લેવા માગે છે તો ચીફ સિલેક્ટર્સનું વેતન હેડ કોચ બરાબર હોવું જોઇએ. રિપોર્ટ્સ મુજબ, પુરુષ ક્રિકેટ ટીમના સિલેક્ટરનું વાર્ષિક વેતન 1 કરોડ રૂપિયા છે, જ્યારે સિલેક્શન કમિટીના બાકી સભ્યોને વાર્ષિક 90 લાખ રૂપિયા મળે છે. તો કહેવામાં આવે છે કે, ભારતીય ટીમના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ વાર્ષિક 7 કરોડ રૂપિયા કરતા વધુનું વેતન લઇ રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના આઇડિયા એક્સચેન્જ સેશનમાં હરભજન સિંહે પોતાના વિચાર શેર કર્યા. તેમણે જણાવ્યું કે, કેમ ચીફ સિલેક્ટરની ભૂમિકામાં દેશના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર આવતા નથી. તેમણે તેના માટે વિરેન્દર સેહવાગનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘મોટો ખેલાડી, જેણે મોટા ભાગે ક્રિકેટ રમી છે. તે સિલેક્ટર સ્તર પર ઘણા બધા મુદ્દાઓનું સમાધાન કરી શકે છે, પરંતુ તે એ અવરસ કેમ નહીં લે?

હરભજન સિંહે કહ્યું કે, હું વિરેન્દર સેહવાગનું ઉદાહરણ આપીશ. જો તમે વિરેન્દર સેહવાગને ચીફ સિલેક્ટર બનવા કહો છો, તો એ પદના વેતનને જોવાની આવશ્યકતા છે. મને ખબર નથી કે ચીફ સિલેક્ટર કેટલું કમાય છે, પરંતુ જો વિરેન્દર સેહવાગ કમેન્ટ્રીમાં છે, કે ક્રિકેટની આસપાસના અન્ય વ્યવસાયોમાં છે તો સંભાવના છે કે તે વધુ પૈસા કમાઇ રહ્યો છે.’ જો તમે ચીફ સિલેક્ટરની નોકરી માટે વિરેન્દર સેહવાગને ઇચ્છો છો તો તેના જેવા કદવાળા કોઇ ખેલાડીને ઇચ્છો છો તો પૈસા ખર્ચ કરવું મહત્ત્વપૂર્ણ હશે.
જો તમે પૈસા ખર્ચ નહીં કરો, તો તમને એ ખેલાડીઓમાંથી સિલેક્ટર્સને પસંદ કરવા પડશે, જે કદાચ એક વર્ષ જ રમ્યા હોય અને બની શકે છે કે તે એટલા મોટા નામ ન હોય. જો રાહુલ દ્રવિડ જેવા વ્યક્તિને કોચ બનાવવામાં આવે છે તો ચીફ સિલેક્ટરનું પણ એ જ કદ હોવું જોઇએ, જેના અવાજમાં દમ હોય, જેની ઉપસ્થિતિમાં દમ હોય. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ભારતીય સીનિયર પુરુષ ટીમ ચીફ સિલેક્ટર વિનાની છે.

પૂર્વ ફાસ્ટ બોલર ચેતન શર્માએ એક સ્ટિંગ ઓપરેશન બાદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં BCCI, ખેલાડીઓને લઇને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, ત્યારબાદ તેમના પર સતત આંગળીઓ ઉઠી રહી હતી. ચીફ સિલેક્ટરનું પદ સંભાળવાને લઇને હરભજન સિંહને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જો કોચ અને સિલેક્ટરને સમાન વેતાન આપવામાં આવે છે તો કેમ નહીં?
જો તમને ચીફ સિલેક્ટરનું પદ આપવામાં આવે છે તો શું તેઓ તેના માટે તૈયાર હશે? એમ પૂછવામાં આવતા પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે કહ્યું કે, તે વેતન પર નિર્ભર કરશે. ચાલો જોઇએ. જો વસ્તુ આગળ વધે છે અને કોચ અને સિલેક્ટર્સને સમાન ચૂકવણી કરવામાં આવે છે તો કેમ નહીં? કોચનું કામ ટીમ સાથે રહેવાનું અને ટીમની ચારેય તરફ યોજના બનાવવાનું છે, પરંતુ ટીમનું સિલેક્શન પણ એટલું જ મહત્ત્વપૂર્ણ કામ છે. તમારે સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને પસંદ કરવા પડશે અને જો તમે એ ખેલાડીઓનું સિલેક્શન કરતા નથી, જેમની કોચ અને કેપ્ટનને જરૂરિયાત છે તો ચીફ સિલેક્ટરની સ્થિતિઓનું કોઇ મૂલ્ય નથી.

