ODI સીરિઝઃ શ્રેયસ ઐય્યર બહાર, પંડ્યાની પરીક્ષા, ટીમ ઈન્ડિયા માટે આ પડકારો છે

PC: twitter.com

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ જીત્યા પછી આવતી કાલથી એટલે કે 17 માર્ચથી 3 મેચોની વન-ડે સીરિઝ શરૂ થઇ રહી છે. આ વર્ષના અંતમાં વન-ડે વર્લ્ડકપ શરૂ થવાની છે, એવામાં ભારતીય ટીમ માટે શ્રેષ્ઠ તૈયારી કરવાનો મોકો છે. જો કે આ વખતે ટીમ ઇન્ડિયા સામે કેટલાંક પડકારો પણ છે તે પણ જાણી લઇએ

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી લીધી છે અને આવતી કાલથી વન-ડે સીરિઝ શરૂ થઇ રહી છે. પહેલી મેચ 17 માર્ચે મુંબઇમાં, બીજી મેચ 19 માર્ચે વિશાખા પટ્ટનમમાં અને ત્રીજી મેચ 22 માર્ચે ચેન્નઇમાં રમાવવાની છે. ટીમ ઇન્ડિયા સામેના પડકારની વાત કરીએ તો પહેલી વન-ડે મેચમાં રોહિત શર્મા રમવાનો નથી. બીજી અને ત્રીજી મેચમાં રોહિત પાછો આવી જશે. રોહીતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન  પેટ કમીન્સના માતાનું અવસાન થયું છે એટલે તે હજુ પાછો ફર્યો નથી એવામાં કેપ્ટનશીપની જવાબદારી સ્ટીવ સ્મીથને સોંપવામાં આવી છે. વન-ડે સીરિઝ પહેલા શ્રૈયસ ઐય્યર ઇજાગ્રસ્ત થવાને કારણે વન-ડેમાં રમી શકે તેમ નથી. તેના રિપ્લેસમેન્ટનું નામ હજુ જાહેર કરાયું નથી.

ટીમ ઇન્ડિયા વન-ડેમાં અત્યારે પહેલા નંબર પર છે.ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે, પરંતુ બંને ટીમો વચ્ચ માત્ર 2 પોઇન્ટનું જ અંતર છે, એવામાં જો ટીમ ઇન્ડિયા આ વન-ડે સીરિઝ હારી જાય છે તો ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે પર આવી શકે છે.

બંને ટીમો વચ્ચે રમાયેલી  આગલી વન-ડે સીરિઝની વાત કરીએ તો એમાં ઓસ્ટ્રેલિયાની જીત થઇ હતી. આ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી જેમાં ભારતે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચોનો રેકોર્ડ જોઇએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 143 વન-ડે રમાઇ છે તેમાં 80 મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત મળી છે જ્યારે ભારતને 53 મેચમાં જીત મળી છે. ભારતમાં રમાયેલી વન-ડે મેચોની વાત કરીએ તો અહીં ઓસ્ટ્રેલિયા 30 અને ભારત 29 વન-ડે મેચ જીતી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 3 વન-ડે સીરિઝમાં ટીમની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં સ્ટીવ સ્મીથ ( કેપ્ટન) શોન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, નાથન એલિસન, કેમરન ગ્રીન, જોશ ઇંગ્લિશ, માર્નસ લુબશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઇનિસ,ડેવિડ વોર્નર, એડમ જમ્પા

ભારતીય ટીમમાં- રોહિત શર્મા ( કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રૈયસ ઐય્યર, સૂર્યકમાર યાદવ, કે એલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ,વોશિંગ્ટન સુંદર,યુઝવેન્દ્ર ચહલ, મોહમંદ શમી, મોહમંદ સિરાજ,ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અત્યાર સુધીમાં સૌથી વધારે રન  બનાવનારા ખેલાડીઓમાં

સચિન તેંડુલકર 71 મેચમાં 3077 રન, રોહિત શર્મા 40 મેચ 2208 રન, રિકી પોન્ટિંગ 59 મેચ 2164 રન, વિરાટ કોહલી 43 મેચ 2083 રન, એમ એસ ધોની 55 મેચ 1660 રન બનાવ્યા છે.

વિકેટની વાત કરીએ તો બ્રેટ લી 32 મેચ 55 વિકેટ, કપિલ દેવ 41 મેચ 45 વિકેટ, મિચેલ જોન્સન 27 મેચ 43 વિકેટ, સ્ટીવ વો 53 મેચ 43 વિકેટ, અજીત અગરકર 21 મેચ 36 વિકેટનો રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp