કેપ્ટન્સી આવતા જ હાર્દિકે મચાવ્યો હંગામો, લાઈવ મેચમાં અમ્પાયર સાથે બાખડ્યો

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે, શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, પારિવારિક કારણોસર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વનડે રમી રહ્યો નથી. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળી રહ્યો છે. પ્રથમ વનડેમાં એવા ઘણા પ્રસંગો આવ્યા હતા કે જેમાં હાર્દિક પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન કંઈક એવું થયું કે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખૂબ ગુસ્સે થઈ ગયો. બન્યું એવું કે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન હાર્દિક બોલિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ મિચેલ માર્શ તેની ઓવર દરમિયાન તેને વારંવાર રોકી રહ્યો હતો. વાસ્તવમાં, તેમાં માર્શનો પણ કોઈ વાંક નહોતો, કારણ કે તેની સામે એક સાઈટ સ્ક્રીન હતી અને ત્યાં વારંવાર હિલચાલ થતી હતી. માર્શની એકાગ્રતામાં વારંવાર ખલેલ પડી રહી હતી અને તેનાથી હાર્દિક પંડ્યા ગુસ્સે થયો હતો.

વારંવાર આવું થતું જોઈને હાર્દિક ગુસ્સે થઈ ગયો અને અમ્પાયર તરફ ગયો. આ પછી હાર્દિક અમ્પાયર સામે પોતાની નારાજગી બહાર કાઢતો જોવા મળ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, મેચ વારંવાર રોકવામાં આવતા હાર્દિક ખૂબ જ ગુસ્સામાં હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ODI મેચની વાત કરીએ તો આ મેચમાં ટીમ ઈન્ડિયાનો જ હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 188ના સ્કોર સુધી ઓલઆઉટ કરી દીધું છે. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતી વખતે મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને રન બનાવવા દીધા ન હતા અને એક પછી એક ત્રણ ઓસ્ટ્રેલિયન વિકેટો લીધી હતી. મોહમ્મદ સિરાજે પણ 3 અને રવિન્દ્ર જાડેજાએ પણ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે પણ સફળતા મેળવી હતી.

રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરને સેટ થવા દીધા ન હતા અને તેમની બોલિંગ સામે તેમણે રન કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો, માર્નસ લાબુશેન પણ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેલા ઈન ફોર્મ અક્ષર પટેલની ભારતે બહાદુરીપૂર્વક પસંદગી કરી. શાર્દુલ ઠાકુરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું, કારણ કે ઉમરાન મલિક બહાર બેસી રહ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યું નથી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.