હાર્દિકને એટિટ્યૂડ ભારે ન પડે, પાણી માગવા ચહલને આપી ખરાબ ગાળ, મેદાન પર જ...

PC: BCCI

હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. શ્રીલંકા વિરુદ્વ T20 સીરિઝ દરમિયાન તેને ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. વન-ડેમાં રોહિત શર્માની વાપસી થઇ, પરંતુ 50 ઓવરોના ફોર્મેટમાં હવે તેને કે.એલ. રાહુલની જગ્યાએ ટીમનો નવો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા મોટા ભાગે પોતાના વ્યવહાર માટે ચર્ચામાં રહે છે. કોલકાતાના ઇડન ગાર્ડન પર રમાયેલી મેચમાં પણ તે પોતાના ઉગ્ર વલણના કારણે ચર્ચામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આ સમયે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કથિત રીતે હાર્દિક પંડ્યા સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ગાળો આપતો સંભળાઇ રહ્યો છે. આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં કેપ્ટન રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલના સ્થાન પર કુલદીપ યાદવને જગ્યા આપી હતી. એમ એટલે કરવામાં આવ્યું કેમ કે, યુઝવેન્દ્ર ચહલ મેચ રમવા માટે પૂરી રીતે ફિટ નહોતો. કુલદીપ યાદવે મળેલા ચાન્સનો ફાયદો ઉઠાવતા 3 વિકેટ લીધી હતી. ભારતની ફિલ્ડિંગ દરમિયાનનો જ એક વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં ન તો હાર્દિક પંડ્યા નજરે પડી રહ્યો છે અને ન તો યુઝવેન્દ્ર ચહલ. 12માં ખેલાડીના રૂપમાં યુઝવેન્દ્ર ચહલની એ જવાબદારી છે કે તે ઓવર પૂરી થયા બાદ ટીમના સભ્યો પાસે આવે અને તેમને પાણી પીવાડે. યુઝવેન્દ્ર ચહલ કદાચ પાણી લાવવાની જગ્યાએ ડગઆઉટમાં જ બેઠો રહ્યો. હાર્દિક પંડ્યાને કથિત રીતે પાણીની જરૂરિયાત હતી. આ જ કારણ છે કે યુઝવેન્દ્ર ચાહલને પાણી માટે બૂમ પાડી. આરોપ છે કે, હાર્દિક પંડ્યા પાણી ન મળવાથી એટલો નારાજ હતો કે તેણે ગાળો આપતા યુઝવેન્દ્ર ચહલ પ્રત્યે પોતાનો ગુસ્સો કાઢ્યો અને તેને મેદાન પર બોલાવ્યો.

અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. વીડિયો વાયરલ થયા બાદ જ ફેન્સ હાર્દિક પંડ્યાના વ્યવહાર પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જો પહેલી બીજી વન-ડે મેચની વાત કરીએ તો શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 39.4 ઓવરમાં જ 215 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યારે ભારતીય ટીમ પણ આ નાનકડા લક્ષ્ય હાંસલ કરવા માટે સંઘર્ષ કરતી નજરે પડી. ભારતીય ટીમે 86 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કે.એલ. રાહુલની સમજદારીભરી ઇનિંગે ભારતીય ટીમને આ મેચમાં 4 વિકેટે જીત અપાવી દીધી. સાથે જ આ સીરિઝ પર પણ ભારતીય ટીમનો કબજો થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp