
IPLમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રમતની દુનિયા સિવાય પોતાના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. IPL ઉપરાંત ભારતમાં રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે. IPLમાં રમી રહેલા ઘણા મુસ્લિમ ખેલાડીઓએ પણ રમઝાન મહિનામાં રોજા રાખ્યા છે. બીજી તરફ રમઝાનના આ સોનેરી અવસર પર હાર્દિક પંડ્યા વહેલી સવારે પોતાના જ સાથી ખેલાડી રાશિદ ખાનની હોટલના રૂમમાં ગયો હતો, જ્યાં તેણે અફઘાન ખેલાડીઓ સાથે સેહરી કરી હતી.
ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન અને ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફરી એકવાર મોટું દિલ બતાવ્યું અને વહેલી સવારે તેના ગુજરાત ટાઇટન્સ ટીમના સાથી અને વાઇસ-કેપ્ટન રાશિદ ખાન અને અન્ય અફઘાન ખેલાડીની પાસે પહોંચી ગયો હતો. જ્યારે રમઝાનમાં સેહરીનો સમય હતો ત્યારે હાર્દિક પંડ્યા અફઘાન ક્રિકેટરોની પાસે પહોંચી ગયો હતો. હાર્દિક તેમની સાથે સેહરીમાં જોડાયો હતો.
રાશિદ ખાન અને નૂર અહેમદ સિવાય અન્ય એક વ્યક્તિ સેહરીના સમયે ભોજન લેવાના હતા, ત્યારે હાર્દિક પંડ્યા તેમની સાથે જોડાયો હતો. સેહરીનો અર્થ એ છે કે ઉપવાસ કરનાર વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને થોડુંક ખાવાનું ખાઈ લેતા હોય છે. આ પછી તે કંઈ ખાતો કે પીતો નથી. રાશિદ ખાન માટે આગામી થોડા અઠવાડિયા મુશ્કેલ રહેશે કારણ કે, એક એથ્લેટને ઓછામાં ઓછા પાણીની જરૂર તો હોય જ છે, પરંતુ એવા મુસ્લિમ ક્રિકેટરો છે જે પાણી પીધા વિના ઉપવાસ રાખે છે.
બીજી તરફ, હાર્દિકને જોઈને રાશિદ ખાન પણ ગદગદ થઇ ગયો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ તસ્વીર પણ પોસ્ટ કરી અને લખ્યું, 'સેહરીના સમયે કેપ્ટન સાથે અમારી સાથે જોડાયા ખૂબ જ સારું લાગ્યું.' અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતની ટીમે મંગળવારે મોડી રાત સુધી દિલ્હી કેપિટલ્સ સાથે મેચ રમી હતી, જેમાં ટીમે 6 રનથી જીત મેળવી હતી. આ જીતમાં રાશિદ ખાનનું પણ મહત્વનું યોગદાન હતું, જેણે 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ (DC vs GT) સાથે થયો હતો. આ મેચમાં દિલ્હીના પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 4 વિકેટના નુકસાને 163 રન બનાવીને 6 વિકેટે મેચ જીતી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp