GT સાથે જોડાવા તૈયાર નહોતો હાર્દિક, વાંચો એક ફોન કોલે કેવી રીતે બદલી દીધી કહાની

PC: BCCI

ગુજરાત ટાઈટન્સની ટીમ જ્યારે ગયા વર્ષે IPLમાં ઉતરી તો કોઈને આશા નહોતી કે ડેબ્યૂ સીઝનમાં જ આ ચેમ્પિયન બની જશે. કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરાની જોડી અસંભવને સંભવ કરી દેખાડ્યું. ત્યારબાદ જ હાર્દિક પંડ્યાને ભારતીય ટીમની કેપ્ટન્સી કરવાનો ચાંસ પણ મળ્યો. જો કે, પહેલી વખત જ્યારે હાર્દિક પંડ્યાને આ ઓફર મળી હતી તો તે ગુજરાત સાથે જોડાવા માટે તૈયાર નહોતો.

હાર્દિક પંડ્યાએ એક ટી.વી. ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસેથી ઓફર મળી હતી. પછી તેને ગુજરાતનો કેપ્ટન બનાવવા માટે કહેવામાં આવ્યું. તે કેપ્ટન બનવા માગતો નહોતો, પરંતુ આશિષ નેહરાના એક ફોન કોલ બાદ તેણે પોતાનો નિર્ણય બદલી દીધો. હાર્દિક પંડ્યાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને બીજી ફ્રેન્ચાઇઝી તરફથી ઓફર મળી હતી, જે એ IPLમાં આવી રહી હતી.

એ સમયમાં એવી સ્થિતિમાં હતો, જ્યાં હું કોઈ એવા વ્યક્તિ સાથે કામ કરવા ઈચ્છતો હતો, જે મને જાણતું હોય, કેમ કે જે મને જાણે છે એ જ સમજે છે. એટલે જ્યારે મને આશુ પા (આશિષ નેહરા)ની ટીમમાં જવાનો ચાંસ મળ્યો તો ખૂબ ખુશ હતો. ભારતીય ટીમના આ સ્ટાર ઓલરાઉન્ડરે આગળ કહ્યું કે, તે કેપ્ટન્સી માટે બસ એટલે રાજી થઈ ગયો કેમ કે ટીમના કોચ આશિષ નેહરા હતા. મેં આશુ પાને કહ્યું કે, જો તેઓ ન હોત તો હું ટીમ સાથે ન જોડાતો.

તેઓ એવા વ્યક્તિ છે જે મને સમજે છે તેમની સાથે કામ કરવાનું સરળ છે. કોલ કાપ્યા બાદ આશીષે મેસેજ કરીને હાર્દિકને કહ્યું કે, જો તે ગુજરાત સાથે જોડાય છે તો કેપ્ટન બનશે. હાર્દિક પંડ્યા તેનાથી ખૂબ હેરાન હતો, પરંતુ તેણે આશિષ નેહરાને નિરાશ ન કર્યા અને ટીમ સાથે જોડાઈ ગયો. હાર્દિકે જણાવ્યું કે, તેમની પત્ની આ નિર્ણયથી ખુશ હતી. નતાશા સ્ટનકોવિકે હાર્દિકને કહ્યું કે, આ તારા માટે મોટો ચાંસ છે. લોકો તારા ક્રિકેટના સાઈડને વધારે જાણતા નથી. તેમને લાગે છે તમે બસ મજા કરવા માટે રમતા હોવ, પરંતુ લોકો એ નથી જાણતા કે તમે આ રમતને કેટલું જાણો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp