સીરિઝ જીત્યા પછી હાર્દિકને યાદ આવ્યો કોહલી, બોલ્યો- વિરાટને કારણે...

વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના ભારતે વેસ્ટઈન્ડિઝને સીરિઝની છેલ્લી વનડેમાં 200 રનથી હરાવ્યું. તેની સાથે જ ભારતે 2-1થી સીરિઝ જીતી લીધી. આ વેસ્ટઈન્ડિઝમાં ભારતની સૌથી મોટી જીત છે. આ મેચમાં ભારતની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાએ કરી હતી. પંડ્યાએ આ મેચમાં 52 બોલમાં અણનમ 70 રન બનાવ્યા અને ભારતને 351 રન સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી. સીરિઝ જીતની સાથે જ પંડ્યા ખૂબ જ ખુશ જોવા મળ્યો. તેણે યુવા ખેલાડીઓ, વિરાટ-રોહિતની ગેરહાજરી અને પોતાની રમતને લઇ વાત કરી.
હાર્દિક પંડ્યાએ વિરાટ-રોહિતના બહાર બેસવાને લઇ પૂછવામાં આવેલા સવાલ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, દેખીતી વાત છે કે વિરાટ અને રોહિત ટીમના અભિન્ન અંગ છે. પણ ઋતુરાજ અને અક્ષર જેવા યુવા ખેલાડીઓને પણ ગેમ ટાઇમ મળે એ જરૂરી હતું. માટે આ સીરિઝમાં યુવાઓને એક્સપોઝર આપવામાં આવ્યું અને અમે જે જોવા માગતા હતા તે કરી શક્યા.
પોતાની બેટિંગને લઇ કહી આ વાત
પોતાની બેટિંગને લઈ પંડ્યાએ કહ્યું, હું ક્રીઝ પર થોડો સમય વિતાવવા માગતો હતો. વિકેટ સારી હતી. થોડા દિવસ પહેલા જ વિરાટ સાથે સારી વાત થઇ હતી. તેમણે અમુક વાતો કહી હતી. તેઓ ઈચ્છતા હતા કે હું વિકેટ પર થોડો સમય પસાર કરું. આ વાત મારા દિમાગમાં રહી ગઇ. હું બસ તકની રાહ જોઇ રહ્યો હતો અને એકવાર લય હાંસલ કર્યા પછી શોટ્સ રમી શકતો હતો. જ્યારે એક બોલ બેટની વચ્ચે આવ્યો તો ગેઇમ બદલાઇ ગઈ. મેં મારા કરિયરમાં આ વાત જોઇ છે.
આગળ પંડ્યા કહે છે કે, ઈમાનદારીથી કહું તો કેપ્ટનના રૂપમાં હું આ પ્રકારની મેચની રાહ જોતો હોઉ છું. જ્યાં અમુક વસ્તુઓ દાવ પર લાગી હોય છે. નહીં કે માત્ર એક મેચ. અમે જાણતા હતા કે જો આ મેચમાં અમે નિષ્ફળ રહ્યા તો નિરાશા હાથ લાગશે. જે રીતે યુવા ખેલાડીઓએ પોતાનું કેરેક્ટર દેખાડ્યું અને ક્રિકેટની મજા માણી, આ જ એ બાબત છે જે હું આ ટીમમાં જોવા માગું છું. દબાણનો સામનો કરવાની સાથે સાથે રમતની મજા માણવી. કારણ કે આના વિના તમે હીરો બની શકો નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp