હાર્દિકે જણાવ્યું કેવી રીતે ગંભીર મુશ્કેલીમાંથી બહાર આવ્યો, જૂઓ વીડિયો

PC: twitter.com

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના કરિયરના એવા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે જ્યાં તેના વખાણ થાય છે તો હાલમાં જ ચૈન્નાઇ સુપરકિંગ સામે હાર પછી તેનો મુશ્કેલ સમય પણ કહી શકાય. અગાઉ તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થયો હતો. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી જણાવ્યું હતું કે તે ખરાબ સમયમાંથી કેવી રીતે બહાર આવ્યો હતો. 

આ વીડિયોમાં તેણે દેખાડ્યું છે કે તે કઈ રીતે તેની ઇજાગ્રસ્ત કમરનું ઓપરેશન થયા બાદ તેણે ક્રિકેટના મેદનમાં વાપસી કરી અને આ દરમિયાન જે લોકોએ તેનો સાથ આપ્યો તેમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આભાર માન્યો છે. હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કરતા કેપ્શન આપ્યું કે, ‘ઉતાર-ચડાવ દરમિયાન, જે લોકો મારી સાથે રહ્યા. રોજ સવારે ઊઠીને જવાનું ઝનૂન, મજબૂત બનાવવાની ઈચ્છા સાથે અને ફિટ થઈને દેશ માટે રમવું. હંમેશાં મારી સાથે ઊભા રહેનારા માટે આભારી, જેમણે મને પ્રોત્સાહિત કર્યો, જેમણે મારું માર્ગદર્શન કર્યું.

વર્ષ 2019માં કમરના ઓપરેશન બાદ હાર્દિક પંડ્યાનું ફોર્મ સારું રહ્યું નહોતું અને તે મેચમાં પોતાનું 100 ટકા પ્રદર્શન આપી શકતો નહોતો. તે આ દરમિયાન ઇજાથી ઝઝૂમી રહ્યો હતો અને તેની અસર તેની બોલિંગ સાથે બેટિંગ પર પણ પડી રહી હતી. વર્ષ 2021માં થયેલા T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાને એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે જગ્યા આપવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ તે કઈ કમાલ દેખાડી શક્યો નહોતો અને એક સમયે એમ લાગી રહ્યું હતું કે આ સ્ટાર ઓલરાઉન્ડર કદાચ જ ભારતીય ટીમમાં વાપસી કરી શકશે.

વર્લ્ડ કપ બાદ તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો અને પછી તેણે પોતાની ફિટનેસ પર ખૂબ કામ કર્યું, ત્યારબાદ ક્રિકેટ જગતને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન એક નવો અને દમદાર હાર્દિક પંડ્યા જોવા મળ્યો. જે વધારે મેચ્યોર અને જવાબદાર નજરે પડ્યો. હાર્દિક પંડ્યાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ શાનદાર વાપસી કરી. આયરલેન્ડ વિરુદ્ધ બે મેચોની T20 સીરિઝમાં તેણે ટીમની કેપ્ટન્સી પણ કરી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં તે પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp