હાર્દિક પંડ્યાએ તિલક વર્માને હાફ સેન્ચ્યુરી ન કરવા દીધી, લોકોએ કહ્યો- સ્વાર્થી

ભારતે ત્રીજી ટી20 મેચમાં વેસ્ટઈન્ડિઝને 7 વિકેટથી માત આપી 5 મેચોની સીરિઝમાં પોતાને જીવંત રાખ્યું. શરૂઆતી બે મેચો હાર્યા પછી ટીમ ઈન્ડિયા જો આ મેચ હારતે તો સીરિઝ ગુમાવી દેત. પણ બોલરો અને બેટ્સમેનોની મદદથી હવે સીરિઝ 2-1 પર આવીને ઊભી છે. ટીમ ઈન્ડિયાની જીત પછી કેપ્ટન હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ રહ્યો છે. લોકો પંડ્યાને ઘણું સંભળાવી રહ્યા છે.

શું કર્યું પંડ્યાએ

ફેન્સને ભારતીય કેપ્ટન પંડ્યાની એક હરકત જરા પણ પસંદ આવી નહીં. જેને લઇ સોશિયલ મીડિયા પર લોકો તેનો ગાળો આપી રહ્યા છે. ત્રીજી ટી20માં હાર્દિકે જ્યારે વીનિંગ છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી તો તે સમયે સામેની બાજુ તિલક વર્મા 49 રન પર અણનમ હતો અને ભારતને જીતવા માટે 14 બોલમાં 2 રનની જરૂરત હતી.

એવામાં હાર્દિક પંડ્યા ઈચ્છતે તો સિંગલ લઈને તિલકને સ્ટ્રાઈક આપી શકતે અને તિલકની હાફ સેન્ચ્યુરી પૂરી કરવાની સાથે ટીમને જીત અપાવી શકતે. પણ પંડ્યાએ આવું કર્યું નહીં. તેણે છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. પણ તિલક વર્મા તેની હાફ સેન્ચ્યુરી પૂરી કરવાનું ચૂકી ગયો. ફેન્સને હાર્દિકની આ હરકત પસંદ આવી નહીં અને તેની આ કરતૂતને ખેલદિલીથી વિપરીત ગણાવી. ફેન્સનું કહેવું છે કે હાર્દિક પંડ્યા એક સ્વાર્થી કેપ્ટન છે.

યાદ આવ્યો ધોની

હાલમાં પંડ્યાને સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યા છે. સાથે જ પૂર્વ કેપ્ટન ધોનીનો એક વીડિયો પણ સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ધોની મેચ વિનર વિરાટને વિનિંગ બોલ રમવા માટે ડોટ બોલ રમી સ્ટ્રાઇક તેને આપે છે. આ મેચમાં સાઉથ આફ્રિકા સામે ભારતને 7 બોલમાં 1 રનની જરૂર હતી. ધોની 49મી ઓવરની છેલ્લી બોલ ડોટ રમે છે અને સ્ટ્રાઈક કોહલીને આપે છે. ધોનીની આ ખેલ ભાવનાએ ફેન્સનું દિલ જીતી લીધું.

જણાવીએ કે, અત્યાર સુધીની વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણેય ટી20 મેચોમાં તિલક વર્મા એકમાત્ર ખેલાડી રહ્યો છે જેણે વેન્ડિઝ સામે રમત દેખાડી છે. ત્રણેય મેચોમાં તેણે અનુક્રમે 39, 51 અને 49 રન બનાવ્યા. એવામાં હાર્દિકની આ કરતૂતને શરમજનક તો કહી જ શકાય.

એટલું જ નહીં ત્રીજી મેચમાં સંજૂ સેમસન કરતા પહેલા બેટિંગ કરવા હાર્દિક આવ્યો. આના પર પણ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સાથે જ ઈશાન કિશનને આ મેચમાં બહાર બેસાડ્યો હતો. તેને લઇ પણ લોકો ગુસ્સામાં છે. એક યૂઝરે લખ્યું કે, શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સમાં પંડ્યાની ટીમમાં છે. માટે તેને બહાર બેસાડ્યો નહીં અને ઈનફોર્મ ઈશાન કિશનને બહાર બેસાડી દીધો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.