હાર્દિક પંડ્યા-નતાશાએ ઉદયપુરમાં કર્યા લગ્ન, સામે આવ્યા ફોટા

PC: reetfeed.com

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિકની સાથે ફરીથી લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા. હાર્દિકે વર્ષ 2020મા નતાશાની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, તે સમયે કોવિડ 19ના કારણે બહુ ઓછા લોકો આવ્યા હતા. હવે હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાશાએ ત્રણ વર્ષ પછી વેલેન્ટાઈન ડેના અવસર પર વ્હાઇટ વેડિંગ કર્યા છે.

હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમે ત્રણ વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાઓને ફરીથી પુનરાવર્તિત કરીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી. અમે અમારા પ્રેમની ઉજવણી કરવા દરમ્યાન અમારા પરિવાર અને મિત્રોને જોઈને ખરેખર ધન્ય છે.'

 
 
 
View this post on Instagram

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

લગ્નમાં હાર્દિક પંડ્યાએ બ્લેક કલરનો ટક્સીડો સૂટ પહેર્યો હતો. જ્યારે, નતાસા સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્નને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયો ક્લિપમાં હાર્દિક બોલીવુડ ગીત પર ટયૂનિંગ જમાવી રહ્યો છે અને તેના હાથમાં શેમ્પેનની બોટલ પણ છે.

લગ્નમાં ઈશાન કિશન પણ જોવા મળ્યો

હાર્દિકે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની નતાશા સાથે પહેલી મુલાકાત નાઈટ ક્લબમાં થઈ હતી. હાર્દિકે કહ્યું હતું કે નતાશાને બિલકુલ ખબર નહીં હતી કે તે ક્રિકેટર છે. પછી આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ ડેટ કરવાનું શરૂ કર્યું. આ પછી, 1 જાન્યુઆરી, 2020ના રોજ, એક ક્રુઝ પર ઘૂંટણ પર બેસીને તેણે નતાશાને પ્રપોઝ કર્યું. બંનેએ સગાઈ કરી અને પછી એ જ વર્ષે જુલાઈ મહિનામાં બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.

લગ્નમાં હાર્દિક નતાશાનો પુત્ર અગસ્ત્ય પણ હાજર રહ્યો. આ ભવ્ય લગ્નમાં હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી શર્મા પણ હાજર રહી. આ સાથે જ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન અને કમેંટેટર જતીન સપ્રુ પણ આ ખાસ પળના સાક્ષી બન્યા. હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે અને હવે તે ઓસ્ટ્રેલિયાની સામે વનડે શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp