હાર્દિકે નતાશા સાથે કર્યા ત્રીજીવાર લગ્ન, હવે હિન્દુ વિધિ મુજબ લગ્ન, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમનો T20 કેપ્ટન અને વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે પારંપરિક રૂપે લગ્ન કરી લીધા છે. હાર્દિક અને નતાશાએ આ અગાઉ ઈસાઈ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. શાહી લગ્ન સમારોહ 3 દિવસ સુધી ચાલ્યો. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 14 ફેબ્રુઆરીના રોજ ક્રિશ્ચિયન અને 15 ફેબ્રુઆરીના રોજ હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેશનકોવિકના સેંથામાં સિન્દૂર ભરીને લગ્નનો રિવાજ નિભાવ્યો. આ બંનેએ પહેલા જ કોર્ટ મેરેજ કરી લીધેલા.

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાના શાહી લગ્ન સમારોહ સંપન્ન થઈ ગયા. હાર્દિક પંડયાએ નતાશા સ્ટેનકોવિક સાથે પરંપરાગત લગ્નના બંધનમાં બંધાયો. હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના લગ્ન માટે તળાવોના શહેર ઉદયપુરની પસંદગી કરી હતી. લગ્ન સમારોહ 3 દિવસ સુધી ચાલ્યો. તેમાં અનેક ક્ષેત્રો સાથે જોડાયેલી ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થયા હતા. ઉદયપુરમાં હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સાથે ફરી એક વખત લગ્ન કરીને ગુરુવારે મુંબઈ પરત ફરી ગયો.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 14 ફેબ્રુઆરીના રોજ ક્રિશ્ચિયન રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 15 ફેબ્રુઆરીના રોજ કપલે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. હાર્દિકે નતાશાના સેંથામાં સિંદુર ભરીને રિવાજ પૂરો કર્યો. આ બધી તસવીરો હાર્દિક પંડયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. હાર્દિક અને નતાશાની સુંદર તસવીરો જોવા માટે દરેક આતુર હતું. શુક્રવારે હાર્દિક પંડ્યાએ મુંબઈ પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. હવે તેની આ તસવીરો વાયરલ થઈ ગઈ છે.

3 દિવસનું શાહી ઇવેન્ટ પૂરું થયા બાદ શાહી સમારોહમાં સામેલ થવા આવેલા મહેમાન, પરિવારજનો વગેરે પોત પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયા. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે વર્ષ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેમણે પારંપરિક રૂપે લગ્ન કરવાનું આયોજન બનાવ્યું. તેના માટે વેલેન્ટાઇન ડેના દિવસની પસંદગી કરવામાં આવી. સાથે જ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઉદયપુરની હૉટલ રાફેલ્સને સિલેક્ટ કરવામાં આવી. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યાએ પરંપરાગત લગ્નનો લુપ્ત ઉઠાવ્યો.

હાર્દિક પંડ્યા પોતાની વેડિંગ તસવીરોમાં પૂરો એન્જોઈ કરતો નજરે પડ્યો. હિન્દુ રીત-રિવાજથી લગ્ન કરવા દરમિયાન પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિઓ સંપન્ન કરવામાં આવી. આ દરમિયાન પંડ્યાએ નતાશાના સેંથામાં સિંદુર ભરીને 7 ફેરા લીધા. બંનેએ એક બીજાના ગાળામાં વરમાળા પહેરાવી.

હાર્દિક અને નતાશા, તેના પુત્ર અગસ્ત્ય, ભાઈ કૃણાલ પંડ્યા અને પરિવારજનો પણ ગુરુવારે બપોરે ઉદયપુરથી મુંબઈ ફરી ગયા. લગ્નનો હિસ્સો બનવા આવેલા સ્ટાઈલીસ અલીમ હકીમે વેડિંગ દરમિયાન જ ભારતીય ટીમના ક્રિકેટર દિનેશ કાર્તિકના હેરને લૂક આપ્યો.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.