Video: હાર્દિકની મોજડી માટે સાળીઓએ 1 લાખ માગ્યા, પંડ્યાએ આટલા આપી દેવાની વાત કરી

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના હરફનમૌલા અંદાજ માટે જાણીતો છે અને તેના કારણે તે હંમેશાં ચર્ચામાં રહે છે. ક્રિકેટનું મેદાન હોય કે પછી બહાર હાર્દિક પંડ્યાએ પોતાની લવ સ્ટોરી દ્વારા ઘણી ચર્ચા જગાવી હતી. હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઇન ડે 2023માં પોતાની અને નતાશાની યાદો એક અનોખા અંદાજમાં તાજા કરી હતી. તે બંનેએ આ દિવસને લગ્નનના રૂપમાં સેલિબ્રેટ કર્યો હતો. તેમજ, પોતાના લગ્નના એક રિવાજ દરમિયાન હાર્દિક પંડ્યાએ ફુલ અમીરોવાળો અંદાજ બતાવ્યો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાના લગ્નમાં પરિવારના તમામ સભ્યોએ હાજરી આપી હતી. હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના લગ્નના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં પંખુડી શર્મા હાર્દિક પંડ્યા પાસે મોજડી સંતાડવાના રિવાજના બદલામાં પૈસાની ડિમાન્ડ કરે છે. આ સાંભળતા જ ઓલરાઉન્ડર પૈસા ટ્રાન્સફર કરવા માટે કાર્તિકને બૂમ પાડે છે.

મોજડી સંતાડ્યા બાદ તેને પાછી આપવા માટે પંખુડી હાર્દિક પાસે એક લાખ રૂપિયાની ડિમાન્ડ કરે છે. તેના જવાબમાં હાર્દિક પહેલા બે લાખ રૂપિયા બોલે છે અને પછી બાદમાં કહે છે કે, તમને પાંખ લાખ રૂપિયા આપી દઉં છું. પંખુડી શર્માને હાર્દિક પંડ્યાએ પાંચ ગણા પૈસા આપીને અમીરોવાળો અંદાજ બતાવી દીધો. આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ચુક્યો છે અને તેને અત્યારસુધીમાં લાખો વ્યૂઝ મળી ચુક્યા છે.

હાર્દિક પંડ્યાએ ગત IPL એટલે કે IPL 2022માં પોતાની ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી હતી. એક કેપ્ટનના રૂપમાં તે કરોડોનો માલિક બન્યો. તેમજ, IPL 2023માં પણ હાર્દિક પંડ્યાએ પોતાની ટીમને શાનદાર રીતે હેન્ડલ કરી હતી અને તેણે પોતાની ટીમ ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધી પહોંચાડી હતી પરંતુ, છેલ્લી બે બોલ પર રવિન્દ્ર જાડેજાએ બાજી પલ્ટી અને ટ્રોફી એમએસ ધોની એન્ડ કંપનીના હાથમાં જતી રહી. ચેન્નઈ સુપર કિંગ્સે IPL ના ઇતિસાહમાં પાંચમી ટ્રોફી પોતાના નામે કરી છે. આ પહેલા મુંબઈના નામે IPLમાં પાંચ ટ્રોફી છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.