- Sports
- વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી T20 હારતા ભડક્યો પંડ્યા, આ લોકોને ગણાવ્યા વિલન
વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી T20 હારતા ભડક્યો પંડ્યા, આ લોકોને ગણાવ્યા વિલન
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી T20 સીરિઝની બીજી T20માં ભારતને 2 વિકેટથી વેસ્ટઈન્ડિઝે માત આપી. સતત બે T20 મેચમાં મળેલી હારે કેપ્ટન હાર્દિક પંડ્યાને નિરાશ કરી દીધો છે. વીન્ડિઝ સામે મળેલી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સીધી રીતે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા છે. હાર્દિકનું માનવું છે કે ભારતે મેચમાં સારી બેટિંગ કરી નહીં. જો ભારત 170 રન બનાવ્યા હોત તો મેચ સરળતાથી જીતી શકાય એમ હતી.
મેચ પછી હાર્દિક પંડ્યાએ સીધી રીતે કહ્યું કે, પ્રામાણિકતાથી કહું તે અમારી બેટિંગ સારી રહી નહીં. 160-170 રન અહીં મોટો ટાર્ગેટ હોય છે. બેટ્સમેનોએ વધારે જવાબદારી લેવાની જરૂર છે.

હાર્દિક પંડ્યાએ બીજી જ મેચમાં હાફ સેન્ચ્યુરી કરનારા તિલક વર્માની ઘણી પ્રશંસા કરી. તિલકે 41 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રનની ઈનિંગ રમી. તેણે પહેલી મેચમાં પણ ટીમ માટે ઉપયોગી ઈનિંગ રમી હતી. જોકે તિલક સિવાય અન્ય બેટ્સમેનો દ્વારા રન બન્યા નહીં.
પંડ્યા આગળ કહે છે, અમારે એ નિશ્ચિત કરવાની રીત શોધવી પડશે કે અમારી પાસે યોગ્ય સંતુલનની સાથે જ બેટ્સમેનોએ વધારે જવાબદારી લેવાની જરૂર છે. લેફ્ટ હેન્ડના બેટ્સમેનનું ચોથા નંબરે આવવું અમને વિવિધતા આપે છે. એવું નથી લાગતું કે આ તેમની બીજી ઈન્ટરનેશનલ મેચ છે. હાર્દિકે તિલક વર્માની પ્રશંસામાં આ વાત કરી છે.
મેચની વાત કરીએ તો, ભારતે પહેલા બેટિંગ કરતા તિલક વર્માની પહેલી હાફ સેન્ચ્યુરીના દમે 7 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમના નિકોલસ પુરને 40 બોલમાં 67 રન બનાવી ટીમની જીતના પાયા નાખ્યા. વેસ્ટઈન્ડિઝે 18.5 ઓવરમાં 8 વિકેટના નુકસાને ટાર્ગેટ હાસલ કરી લીધો.
યુઝવેન્દ્ર ચહલે ભલે 16મી ઓવરમાં બે વિકેટ લઇને ભારતને મેચમાં ફરી લાવવાની કોશિશ કરી હતી પણ અલઝારી જોસેફ અને અકીલ હુસેને 26 રનની અણનમ ભાગીદારી કરીને ભારતની આશા પર પાણી ફેરવી દીધું. વેસ્ટઈન્ડિઝને છેલ્લી બે ઓવરમાં 12 રન જોઇતા હતા અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાના સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલને ઓવર ન આપી સૌથી મોટી ભૂલ કરી.

